શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ગેબનશાપીરની દરગાહ પાસે ચાની કેબીને રિક્ષામાં આવેલા બે શખસોએ ચા પીધા બાદ પૈસા આપવાનો ઇનકાર કર્યેા હતો.બાદમાં ચા ના ધંધાર્થી ભરવાડ બંધુ સાથે મારામારી કરી હતી.ત્યારબાદ આ બંધુઓ પૈકી એકને પોતાની સાથે રિક્ષામાં લઇ જઈ તેને માર મારી પડધરી પાસે છોડી દીધો હતો. દરમિયાન પોલીસને જાણ કરી દેવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી પડધરી પાસેથી જ આ બંને શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોપટપરા શેરી નંબર ૧૨૧૩ ના ખૂણે રહેતા ભુરાભાઈ નાથાભાઈ ઝાપડા (ઉ.વ ૩૫ ) દ્રારા આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેબૂબ ઉર્ફે મુન્નો ઈશાભાઈ જુણેજા(ઉ.વ ૪૮ રહે. વાણીયાવાડી શેરી નંબર ૧૨૩ નો ખૂણો ભકિતનગર સર્કલ પાસે) અને મિતેશ ઉર્ફે લલુ રાજેન્દ્રભાઈ જાગીયાણી (ઉ.વ ૨૧ રહે શાક્રીનગર શેરી નંબર ૩ રેફયુજી કોલોની પાસે) ના નામ આપ્યા છે.
ભુરાભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને જંકશન વિસ્તારમાં ગેબનશા પીરની દરગાહ પાસે રોડ પર ચાની કેબીન આવેલી હોય દરમિયાન ગઈકાલે સાંજના આ મહેબુબ ઉર્ફે મુન્નો અને મિતેશ ઉર્ફે લલુ નામના આ બંને રીક્ષાચાલક રિક્ષા લઈ અહીં ચા પીવા માટે આવ્યા હતા. ચા પીધા બાદ બંને આરોપીઓએ પિયા આપવાની ના પાડી દીધી હતી તેમજ ફરિયાદી તથા તેના ભાઈ હીરાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યેા હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલેથી ન અટકતા આ બંને શખસોએ ફરિયાદીના ભાઈ હીરાને બળજબરીપૂર્વક પોતાની રીક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. તો બીજી તરફ આ મામલે ભુરાભાઈ પોલીસને જાણ કરી દેતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.વી. ચુડાસમાની રાહબરીમાં એએસઆઈ સી.એમ. ચાવડા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા અને તુલસીભાઈ ચુડાસમા સહિતના સ્ટાફે તાકીદે આ બનાવને લઈ તપાસ હાથ ધરી હતી.
બંને શખ્સો ચા ના ધંધાર્થીનું અપહરણ કરી ગયા બાદ રસ્તામાં તેની સાથે મારામારી કરી હતી. બાદમાં પોલીસ પીછો કરતી હોવાની શંકા જતા પડધરી પાસે ચાના ધંધાર્થીને ઉતારી દઈ આ બંને શખસો રિક્ષા લઈને નાસી ગયા હતા.અપહ્યુત મળી આવ્યા બાદ પોલીસે આ રિક્ષાનો પીછો કર્યેા હતો અને બંનેને પડધરી નજીકથી જ ઝડપી લઇ તેમની પાસેથી રીક્ષા અને મોબાઈલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech