નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો શનિવારે છેલ્લ ો દિવસ હતો ત્યારે જેતપુર નગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા યારે ભાજપના ઉમેદવારોએ શનિવારે ફોર્મ ભરવાના હતાં. જેમાં ભાજપે જે ઉમેદવારોને ટીકીટ આપેલ તેઓને ફોન દ્રારા જાણ કરવામાં આવી હતી. ટીકીટ નહીં મળવા પાછળ સુરેશ સખરેલિયાએ યુવા ભાજપ અગ્રણી પ્રશાંત કોરાટને જવાબદાર ગણાવ્યા છે.
દરમિયાન ઉમેદવારોને ફોર્મ ભરવાના માર્ગદર્શન તેમજ અન્ય જાણકારી માટે ભાજપના આગેવાન નગરપાલિકામાં વર્ષેાથી શાસનની ધૂરા સંભાળનાર સુરેશભાઈ સખરેલીયાના ફાર્મ હાઉસ ખાતે બોલાવવામાં આવેલ હતાં.
આ ફાર્મ હાઉસ ખાતે જરી માર્ગદર્શન આપી ફોર્મની સાથે શું ડોકયુમેન્ટ જોડવાના તેમજ અન્ય વિગતોનું માર્ગદર્શન આપવામાં આવેલ. બાદ આજે ભાજપના તમામ ઉમેદવારો ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં ફોર્મ ભરવા માટે તાલુકા સેવા સદન ખાતે ટેકેદારો સાથે ઉમટી પડા હતાં. પરંતુ જે આગેવાન સુરેશભાઈ સખરેલીયાએ ઉમેદવારોને ટીકીટ મળવા અંગે ફોન દ્રારા જાણ કરી હતી તે સુરેશભાઈના નામનો મેન્ડેટ ન આવતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. જેથી ધારાસભ્ય જયેશભાઇએ મોવડી મંડળ સાથે ફોનમાં વાતચીત કરતા એકાદ કલાક બાદ જિલ્લ ા ભાજપમાંથી બે આગેવાનો આવતા સુરેશભાઈએ અન્ય ઉમેદવારો સાથે ભાજપની ટીકીટ પર ઉમેદવારી ફોર્મ ભરી ચાલ્યા ગયા હતાં. પરંતુ થોડીવાર બાદ જાણ થઈ કે રાજકોટથી આવેલ આગેવાનોને પણ સુરેશભાઈને ભાજપનો મેન્ડેટ આપવાની મોવડી મંડળે મનાઈ ફરમાવી છે. જેથી ભાજપમાં ભૂકપં સર્જાયો હતો અને ધારાસભ્ય જયેશભાઇ, સુરેશભાઈ આગેવાનો, ટેકેદારો સાથે ચૂંટણી ફોર્મ ભરવાના સ્થળે પહોંચ્યા હતાં. યાં જયેશભાઇએ કમલમમાં અનેક આગેવાનોને ફોન કર્યા પરંતુ મોટા ભાગના આગેવાનોને ફોન બધં જ આવતા હતાં. અને આ બાજુ મેન્ડેટ રજુ કરવાનો સમય પણ પૂર્ણ થઈ ગયો. જેથી સુરેશભાઇને વીલા મોએ ટેકેદારો સાથે નીકળી ગયા હતાં. સુરેશભાઈએ ટીકીટ ન મળવા બાબતે પ્રશાંત કોરાટ સામે સિધ્ધો આક્ષેપ કર્યેા હતો. થોડીવાર બાદ તેમના નિવાસ સ્થાન પાસે તેમની કાર્યાલયે ભાજપમાંથી ટીકીટ મેળવેલ તમામ ૪૨ ઉમેદવારો એકઠા થયા હતાં અને સુરેશભાઈને પાર્ટીએ મેન્ડેટ ન આપતા બાકીના ૪૨ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ખેંચવાનો નિર્ણય લીધો હતો. ભાજપમાં ભડકો સર્જાતા કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો હાલ તો ગેલમાં આવી ગયા છે. પરંતુ ભાજપના બાકીના ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે કે તેઓ તેમના નેતા સુરેશભાઈ વગર ચૂંટણી લડશે તેતો ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ જ ખબર પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંચાયતોની ચૂંટણી ટાણેજ ભાજપમાં જયાં જુઓ ત્યાં ભડકા
February 03, 2025 03:34 PMકેન્દ્રિય બજેટ ચીલા ચાલુ, રોકાણ અંગે પણ કોઇ સ્પષ્ટતા નહીં: કોંગ્રેસ
February 03, 2025 03:30 PMઆઈસ ફેશિયલ શું છે? જેના કારણે ત્વચા કરે છે ગ્લો, જાણો કેવી રીતે કરવું અપ્લાય
February 03, 2025 03:26 PMભારતીય–અમેરિકન ગાયિકા ચંદ્રિકા ટંડન પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીત્યાં
February 03, 2025 03:21 PMનિયમભગં કરનાર સામે કાર્યવાહી, નિયમોનુ પાલન કરવા માટે જાગૃતિ કાર્યક્રમ
February 03, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech