પીસીબી બાદ ડીસીબીની પણ દારૂના ધંધાર્થીઓ પર ધોંસ

  • September 19, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં દેશી–વિદેશી દાના ધંધાર્થીઓ પર પીસીબીએ ધોસ બોલાવ્યા બાદ હવે ડીસીબીની ટીમ પણ દાના ધંધાર્થીઓ ઉપર ત્રાટકી હોય તેમ શહેરના સત્યસાંઇ રોડ પર એકટીવા ચાલકને ઝડપી લઇ તેની પાસેથી પિયા ૭૦,૦૦૦ નો દા કબજે કર્યેા હતો. યારે સાતડા ગામની સીમમાં કારમાંથી દેશી દાનો જથ્થો ઝડપી લીધો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એ.એસ. ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ અનિલભાઈ સોનારા, હરપાલસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ રાણાને મળેલી બાતમીના આધારે સત્યસાંઈ રોડ પર શિવમનગર સોસાયટી, આંગન એપાર્ટમેન્ટમાં સામેથી શંકાસ્પદ એકટીવાને અટકાવી આ એકટીવાની તલાસી લેતા તેમાંથી દાની ૨૯ બોટલ અને ૧૨ ચપલા સહિત ૭૦,૦૦૦ નો દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે એકટીવા ચાલક નિતીન મહેશભાઈ નંદા (ઉ.વ ૨૯ રહે. વૈદિકવિહાર સોસાયટી મેઇન રોડ, સેટેલાઈટ ચોક,રાજકોટ) ને ઝડપી લઇ દાનો આ જથ્થો અને એકટીવા સહિત પિયા એક લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ક્રાઈમ બ્રાન્ચે અન્ય દરોડામાં કોન્સ્ટેબલ રમેશભાઈ માલકીયા અને તુલસીભાઈ ચુડાસમાની બાતમીના આધારે સાતડા ગામની સીમમાં આવેલ ઇપીપી ઇન્ડસ્ટ્રીઝ પાસેથી શંકાસ્પદ માતિ સ્વીટ કાર અટકાવી તેની તલાશી લેતા દોઢસો લીટર દેશી દાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કારચાલક અનકુ ભીખુભાઈ ચાવડા (ઉ.વ ૪૪ રહે. વેલનાથ સોસાયટી ખોખડદડ નદીના પુલ પાસે, રાજકોટ) ને ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો કાર અને મોબાઈલ ફોન સહિત ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ઝડપાયેલા શખસની પૂછતાછ કરતા દાનો જથ્થો ચોટીલાના ખાટડી ગામે રહેતા જીવરાજ બહાદુરભાઇ ખાચરે આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

પીસીબીએ દેશી દારૂ સાથે બે, વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો
પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મા તથા વિજયભાઈ મેતાને મળેલી બાતમીના આધારે લોઠડા જીઆઇડીસી વિસ્તાર મીરા કાસ્ટિંગવાળા રોડ પર કે.જી.એન ચિકન સેન્ટરની બાજુમાં ઓરડીમાંથી પિયા ૩૨૦૦૦ ની કિંમતના ૧૬૦ લિટર દેશી દાના જથ્થા સાથે બબલુ રસુલભાઈ શેખ (ઉ.વ ૨૨ રહે. રસુલપરા બજરગં સોસાયટી શેરી નંબર ૯) અને હત્પસેનઅલી ગુલામ મહંમદ અંસારી (ઉ.વ ૨૨ રહે. જંગલેશ્વર શેરી નંબર ૨૨) ને ઝડપી લીધા હતા. પૂછતાછમાં અન્ય આરોપી આરોપી ઇમરાન ઉર્ફે બાબુ જુસબભાઈ હાલા(રહે. કોઠારીયા મસ્જિદ પાસે)નું નામ ખુલ્યું હતું.અન્ય દરોડામાં લમીનગર શાકમાર્કેટ પાસે પીજીવીસીએલની ઓફિસ નજીક રહેતા હાર્દિક હસમુખભાઈ પરમાર(ઉ.વ ૨૯) ને દાની ૧૦ બોટલ સાથે ઝડપી લીધો હતો પોલીસે દાની બોટલ અને ૧૬૦ પિયા ૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પૂછતાછમાં ચંદ્રેશ ચૌહાણનું નામ ખુલ્યું હતું. દરમિયાન માલવિયાનગર પોલીસે ગૌતમ નગર શેરી નંબર ૩ શકિત ડેરી પાસે રહેતા આ ચંદ્રેશ ચેતનભાઇ ચૌહાણ (ઉ.વ ૨૪) ને લમીનગર આરએમસી કવાર્ટર પાસેથી ઝડપી લીધો હતો તેની પાસેથી દાનું બે બોટલો પણ કબજે કરી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News