મોરબી બાદ રાજકોટમાં SMC ત્રાટકી: ૪૭ લાખનો દારૂ પકડયો

  • January 27, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી બાદ રાજકોટમાં SMC ત્રાટકી: ૪૭ લાખનો દારૂ પકડયો માલીયાસણ ચોકડી પાસે ટ્રકમાંથી ૧૨૫૯૮ બોટલ દા સાથે એકને ઝડપી લીધો,પાંચની શોધ: પંજાબથી દારૂ ભરી પોરબંદર લઇ જવાનો હતો: રૂા.૭૨ લાખનો મુદામાલ કબજે: મોરબીના શનાળા પાસે ગોડાઉનમાંથી ૭૬ લાખનો દારૂ ઝડપી લીધોઆજકાલ પ્રતિનિધિ રાજકોટ એસએમસીએ રાજકોટ અને મોરબી જિલ્લામાં મુકામ કર્યેા હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં પાંચ દરોડા પાડા છે. જેમાં લાખ પિયાનો દા ઝડપી લીધો છે. ગઈકાલ મોડી રાત્રિના એસ.એમ.સી.ની ટીમે વધુ બે દરોડા પાડા છે. જેમાં પ્રથમ મોરબીના સકત શનાળામાં ગોડાઉનમાંથી ૭૬ લાખનો દા ઝડપી લીધા બાદ રાજકોટમાં ચોટીલાથી રાજકોટ તરફના હાઈવે પર હોર્ન ઓકે હોટલ નજીક માલીયાસણ ગામ પાસેથી દા ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાંથી પિયા ૪૭.૮૪ લાખનો ૧૨૫૯૮ બોટલ દાનો જથ્થો ઝડપી લઇ દાના આ જથ્થા સાથે જામનગરના દરેડમાં રહેતા શખ્સની ધરપકડ કરી હતી. જેની પૂછતાછમાં પંજાબથી દાનો આ જથ્થો પોરબંદર જઈ રહ્યો હોવાનું માલુમ પડું હતું. પોલીસે દાનો આ જથ્થો વાહન સહિત કુલ પિયા ૭૨.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે યારે પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ એસએમસીના વડા નિર્લિ રાયની સૂચના હેઠળ ડિવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઇ એ.વી.પટેલ તથા સ્ટાફે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ગામ નજીક હોર્ન ઓકે પ્લીઝ હોટલ પાસેથી એક શંકાસ્પદ ટ્રક ઝડપી લીધો હતો. આ ટ્રકની તલાસી લેતા તેમાંથી પિયા ૪૭.૮૪ લાખની કિંમતનો ૧૨,૫૯૮ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. દાના આ જથ્થા સાથે પોલીસે ટ્રક ચાલક ભાવેશ નટુભાઈ મોરી (રહે. દરેડ, જામનગર) ને ઝડપી લીધો હતો.પોલીસે દાનો આ જથ્થો અને ટ્રક અને રોકડ પિયા ૧૮૭૦ સહિત .૭૨.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ શખસની પૂછતાછ દરમિયાન પંજાબથી દાનો આ જથ્થો ભરી તે પોરબંદર તરફ જતો હોવાનું માલુમ પડું હતું. તેમજ દા પ્રકરણમાં દેવભૂમિ દ્રારકાના ભાણવડમાં રહેતા અરજણ આલાભાઇ કોડીયાતર, બાબુ જોરાભાઈ શામળા, જામનગરના દરેડમાં રહેતા ભરત ઉર્ફ જીગો સમાભાઈ કોડીયાતર, ભાણવડના, નટુ બીજલભાઇ સવધરીયા અને પંજાબ થી દા મોકલનાર શખ્સના નામ સામે આવ્યા હોય પોલીસે આ પાંચેય શખસોને વોલ્ટેડ જાહેર કર્યા છે. આ પહેલા એસએમસીની ટીમે સકત શનાળા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ટ્રેલરમા દાનો જથ્થો આવ્યો હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલે ગોડાઉન પર રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાં વિદેશી દાનું કટીંગ ચાલુ હોય તે દરમ્યાન વિદેશી દાની બોટલ નગં –૧૭૫૧૪ કિં . (અનુ. ૧૧મા પાને)મોરબી બાદ રાજકોટમાં (છેલ્લા પાનાનું ચાલુ) ૭૬,૩૯,૦૯૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં . ૧,૧૧,૯૪,૨૧૨ ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચદં ગોદારા, દિનેશ પ્રેમારણ ગુ, પ્રવિન ભગીરથરામ રહે. બધા રાજસ્થાન વાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય સાત ઈસમો અશોક પુનામારામ પુવાર, કમેલેશ હનુમાનરામ, મહેશ ચૌધરી, ટ્રક નંબર –કે.એ.–૦૧–એ.એમ–૪૫૨૩ નો ચાલક, અશોક લેલન ગાડી નં –જીજે–૦૭–ટીયૂ–૫૧૩૧ નો માલિક તથા દાનો જથ્થો મોકલનાર શખ્સો વિદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application