તિરુપતીના લાડુ ખાઘા બાદ હવે પછતાઈ રહ્યા છે લોકો, કાશીમાં કરાવે છે શુદ્ધિકરણ

  • September 23, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





તિરુપતિ બાલાજીના પ્રસાદને લઈને હોબાળો થઈ રહ્યો છે. આ હંગામા વચ્ચે સંત સમાજ ભારે નારાજ છે. આ દરમિયાન ધાર્મિક નગરી કાશીમાં તિરુપતિ જતા શ્રદ્ધાળુઓ હવે શુદ્ધિકરણ દ્વારા આ પાપને ધોઈ રહ્યા છે. મંદિરોમાં અને ઘાટના કિનારે પંચદ્રવ્ય દ્વારા લોકો નિયમિતપણે તેમના શરીર અને મનને શુદ્ધ કરી રહ્યા છે. સોમવારે પાંડે ઘાટ સ્થિત મંદિરમાં એક પરિવારે આ પ્રક્રિયા અપનાવી હતી.




વારાણસીના રહેવાસી તુલસી સંજય જોશીએ જણાવ્યું કે, તેમનો પરિવાર દર વર્ષે તિરુપતિ બાલાજીના દર્શને જાય છે અને ત્યાંથી પ્રસાદ તરીકે લાડુ પ્રસાદ ઘરે લાવે છે. પરંતુ જ્યારથી એ વાત સામે આવી છે કે લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીમાં ચરબી જોવા મળે છે, ત્યારથી આપણા બધા ભક્તોને દુઃખ થયું છે. આ એક એવી પીડા છે કે તે કોઈને કહેવું પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, આ દુઃખને દૂર કરવા માટે, આજે તેમના પરિવારે સનાતન ધર્મમાં શુદ્ધિકરણની શાસ્ત્રોક્ત પ્રક્રિયા મુજબ પોતાને શુદ્ધ કર્યા છે.




પંચદ્રવ્યમાં આ વસ્તુઓનો કરવામાં આવે છે ઉપયોગ




જણાવી દઈએ કે, સનાતન ધર્મમાં પંચદ્રવ્યનો ઉપયોગ શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે. જે અંતર્ગત ગૌમૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘીનો ઉપયોગ કરીને પંચદ્રવ્ય તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ વૈદિક મંત્રોના જાપ સાથે શરીરને શુદ્ધ કરવામાં આવે છે.




લોકો શુદ્ધિકરણ માટે આવી રહ્યા છે



કાશીના વિદ્વાન તુસલી કમલાકાંતે જણાવ્યું કે, જે લોકોએ તિરુપતિ બાલાજીનો દૂષિત પ્રસાદ ખાધો છે, એવા લોકો હવે પંચદ્રવ્ય દ્વારા સનાતની પદ્ધતિથી પોતાને શુદ્ધ કરી રહ્યા છે. શાસ્ત્રોમાં પંચગવ્ય દ્વારા શુદ્ધિકરણની પરંપરા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application