લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આવકવેરા વિભાગે તેના તમામ બેંક ખાતા સીઝ કરી દીધા છે અને કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે તે હવે ચૂંટણી પ્રચાર માટે પૈસાની ગંભીર અછતનો સામનો કરી રહી છે. પાર્ટીને આવકવેરા રિટર્ન ન ભરવા બદલ રૂ. 3567 કરોડની નોટિસ ફટકારાઈ હતી. દરમિયાન કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષો આવકવેરા વિભાગના રડાર પર છે. આઈટી વિભાગ તેમને ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. સહકારી બેંકોમાં જમા કરાયેલા 380 કરોડ રૂપિયા અંગે આ બંને પક્ષો સામે તપાસ ચાલી
રહી છે.
અહેવાલ મુજબ, આ મામલો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષોને લગતો છે. તેમના પર નાણાકીય વર્ષ 2020-21 અને 2022 દરમિયાન સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો અને તેમના ટેક્સ રિટર્ન ભરવાનો આરોપ છે. આવકવેરા વિભાગે આ બંને પક્ષો સામે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ મામલે નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને પક્ષો દ્વારા સહકારી બેંકોમાં જમા કરવામાં આવેલી રકમમાં કેટલીક અનિયમિતતાઓ મળી આવી છે. તેથી તેની તપાસ કરવામાં આવી રહી છે. આઈટી વિભાગ અગાઉના વર્ષોમાં આ બંને પક્ષો દ્વારા કરવામાં આવેલા વ્યવહારોની પણ તપાસ કરી રહ્યું છે. આ બંને પક્ષોના નામ જાહેર થઈ શક્યા નથી પરંતુ એવું ચોક્કસ જાણવા મળ્યું છે કે આ પક્ષો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં અઘોરી સાધના માટે આ 5 મુખ્ય સ્થળો છે,જ્યાં અધોરી સાધુ સાધના કરી વિદ્યા પ્રાપ્ત કરે છે
January 23, 2025 05:23 PMશંકરાચાર્ય જનરલ હોસ્પીટલ વરવાળામાં ૧૦૦ દિવસની ટીબી નિર્મુલન ઝુંબેશનો પ્રારંભ
January 23, 2025 05:02 PMશિયાળામાં એક મહિના સુધી રોજ ખાઓ શેકેલું લસણ, સ્વાસ્થ્યમાં જોવા મળશે અદ્ભુત સુધારો
January 23, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech