અયોધ્યા પછી કાશી, મુરાની માગણી ઉઠાવી સ્વાભાવિક છે

  • February 08, 2024 01:24 PM 

રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીએ જયારે કહ્યું કે કાશી અને મુરા અમને ભાઈચારાી આપી ડો, બીજું કશું માંગીશું નહીં ત્યારે જ સ્પષ્ટ ઇ ગયું હતું કે આ એક લાંબી વ્યૂહરચનાનો એક ભાગ છે અને હવે અન્ય ધાર્મિક નેતાઓ અને આગેવાનો પણ આ જ વાત દોહરાવશે. યું પણ એવું જ. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનો બુધવારે અયોધ્યામાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા વારાણસી અને મુરાના મુદ્દા ઉઠાવ્યા હતા.ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન યોગી આદિત્યનો કહ્યું હતું કે, ’આ સમાજ સેંકડો વર્ષોી માત્ર ત્રણ જગ્યાઓ માટે વાત કરી રહ્યો છે. અમે માત્ર ત્રણ જ જગ્યાઓ માંગી છે. અન્ય સ્ળો વિશે કોઈ સમસ્યા ની. તે ત્રણ જગ્યા માટે પણ એટલા માટે માંગણી છે કે તે ખાસ જગ્યાઓ છે. તે સામાન્ય ની. તે ભગવાનના અવતરણની ભૂમિઓ છે. તેને સામાન્ય સ્તરે ગણી શકાય નહીં. લોકોએ અયોધ્યાનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવ્યો તો નંદી બાબાએ કહ્યું કે આપણે શા માટે રાહ જોવી જોઈએ? રાહ જોયા વિના તેણે રાત્રે બેરીકેડ પણ તોડી નાખ્યા. અને આપણા કૃષ્ણ ક્ધહૈયા ક્યાં માને એમ છે?’ અયોધ્યાની જેમ જ હિન્દુ પક્ષ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પર પણ પોતાનો દાવો કરે છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંી એક વારાણસીમાં આવેલું છે. શાો અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ મુરામાં યો હતો. મુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં ઇદગાહ મસ્જિદ છે જે કૃષ્ણમંદિર પર બનેલી છે. હિંદુ પક્ષ પણ આ અંગે પોતાનો દાવો કરે છે. ગયા મહિને વારાણસીની એક અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. કોર્ટના રીસીવરએ આદેશ આવ્યાના ોડા કલાકો બાદ જ રાત્રે પૂજા શરૂ કરી. આ મામલે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનો પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. યોગી આદિત્યનો કહ્યું, અયોધ્યા સો અન્યાય યો. કાશી સો પણ એવું જ યું અને મુરા સો પણ એવું જ યું. તેણે કહ્યું, ’જ્યારે હું અન્યાયની વાત કરું છું ત્યારે આપણને પાંચ હજાર વર્ષ જૂની વાત યાદ આવવા લાગે છે. તે સમયે પાંડવો સો પણ અન્યાય યો હતો. તે સમયે કૃષ્ણ કૌરવો પાસે ગયા હતા. તેણે એમ પણ કહ્યું કે, મને ફક્ત પાંચ ગ્રામ આપો અને તમારી બધી જમીન રાખો. યોગી આદિત્યનો કહ્યું કે સમાજ સેંકડો વર્ષોી ત્રણ જગ્યા માંગી રહ્યો છે. તેમણે કહ્યું કે આઝાદી પછી આ માંગ પૂરી વી જોઈતી હતી. મુરા અને કાશીને હિંદુઓને સોંપવા સામે સંસદમાં બનેલો પ્લેસ ઓફ વર્શીપ એક્ટ આડે આવે છે. આ કાયદા હેઠળ ધાર્મિક સ્ળ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ હતું તેવા જ સ્વરૂપમાં રહેશે. તેના ઉદ્દેશ્યો અને કારણો એવા અપાય હતા કે પૂજાના સનોના ફેરફારી ઉદ્ભવતા વિવાદોને રોકવા’ અને ’કોમી સંવાદિતા અને શાંતિ જાળવવા માટે આ કાયદો બનાવાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application