૧૯ દિવસ બાદ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીને પાર થતાં ગરમીનું જોર વધ્યું

  • March 22, 2024 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરમા ૧૯ દિવસ બાદ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીને પાર થઈ ૩૭.૪ ડિગ્રી થતાં ગરમીનું જોર વધ્યું હતું.લઘુત્તમ તાપમાન આજે શુક્ર વારે સવારે ૨૨.૨ ડિગ્રી થયું હતુ.આજે સવારે ભેજ ૩૧ ટકા રહયો હતો જ્યારે પવનની ઝડપ આજે સવારે શાંત રહી હતી.


  ફાગણ મહિનાના બીજા સપ્તાહમાં ઠંડીનું જોર ઓછું થયું છે. મોડી રાત્રે ઠંડીનો થોડો ચમકારો રહે છે.આજે સવારથી ધૂપછાંવનું વાતાવરણ રહ્યું હતુ.માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.


  છેલ્લા એક સપ્તાહથી શિયાળાની અસર ભાવનગર શહેર અને જિલ્લામાં દૂર થઈ છે. ત્રણ દિવસ બાદ તાપમાન વધતા ઠંડી ઘટી હતી. તાપમાનમાં વઘ ઘટ થવાથી ઠંડીનું પ્રમાણ પણ વધી અને ઘટી રહ્યું છે.બપોરે તો ગરમીનું પ્રમાણ વધુ રહે છે.


  શહેરનું મહત્તમ તાપમાન અર્ધો ડિગ્રી વધીને ૩૭.૪ ડિગ્રી થતાં ગરમી વધી હતી.૧૯ દિવસ બાદ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીને પાર થયું હતુ .બપોરના સમયે ગરમી આકરી બની છે.આગામી દિવસોમાં ગરમી હજુ વધશે.આજે સવારે લઘુત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી ઘટીને ૨૨.૨ ડિગ્રી થયું હતુ.

  આજે શુક્રવારે સવારે ભેજનું પ્રમાણ વધીને ૩૧ ટકા રહયું હતુ. છેલ્લા ઘણા દિવસોથી ભેજનું પ્રમાણ વધારે રહેતુ હતું .ભેજના કારણે લોકો પરસેવાથી પરેશાન થયા છે.પવનની ઝડપ આજે સવારે શાંત રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application