ઓસ્ટ્રેલિયાના અબજોપતિ અને ભૂતપૂર્વ સાંસદ કલાઇવ પામર ૧૯૧૨માં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજની તર્જ પર ક્રુઝ શિપ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ જહાજને ટાઇટેનિક–૨ નામ આપવામાં આવ્યું છે. આ માટે ટેન્ડર બહાર પાડવાની કામગીરી શ કરી દેવામાં આવી છે.પ્રાપ્ત અહેવાલ મુજબ આ વર્ષના અતં સુધીમાં શિપ બિલ્ડરને કોન્ટ્રાકટ આપવામાં આવશે. જહાજનું નિર્માણ કાર્ય આવતા વર્ષે શ થશે. આ જહાજ ૮૩૩ ફટ લાંબુ અને ૧૦૫ ફટ પહોળું હશે. જહાજમાં ૯ ડેક હશે. તેની ૮૩૫ કેબિન લગભગ ૨૩૪૫ મુસાફરોને સમાવી શકશે. આમાંથી લગભગ અડધા મુસાફરો ફસ્ર્ટ કલાસમાં મુસાફરી કરશે.
જહાજ બનાવવાની જાહેરાત બાદ કલાઈવની ટીમે ૮ મિનિટનો વીડિયો પણ શેર કર્યેા હતો. તે વહાણનું લેઆઉટ દર્શાવે છે. આ માટે કલાઇવે ૨૦૧૨માં બ્લુ સ્ટાર લાઇન નામની કંપની પણ શ કરી હતી. ટાઇટેનિક જહાજ બનાવનાર કંપનીનું નામ વ્હાઇટ સ્ટાર લાઇન હતું. એ જ તર્જ પર કલાઈવે પોતાની કંપનીનું નામ નક્કી કયુ. કંપનીના પ્રવકતાએ કહ્યું– ક્રૂઝ પર આવનારા મુસાફરોને ૧૯૦૦ની સદીની થીમ પર તૈયાર થવા માટે કહેવામાં આવશે. જો કે, આ ફરજિયાત રહેશે નહીં.
૧૦ એપ્રિલ, ૧૯૧૨ ના રોજ, ટાઇટેનિક, તેના સમયનું સૌથી મોટું જહાજ, તેની પ્રથમ અને છેલ્લી સફર પર નીકળ્યું. તેનું નિર્માણ કાર્ય ૧૯૦૯ માં શરૂ થયું હતું અને તે ૧૯૧૨ માં પૂર્ણ થયું હતું. ૧૪–૧૫ એપ્રિલની રાત્રે, તેની મુસાફરી શરૂ કર્યાના ચોથા દિવસે, ટાઇટેનિક એટલાન્ટિક મહાસાગરમાં બરફના પહાડ સાથે અથડાયું. ત્યારબાદ તેના બે ટુકડા થઈ ગયા અને સમુદ્રમાં ડૂબી ગયા.ટાઈટેનિક ડૂબવાને કારણે ૧૫૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, વિમાનમાં સવાર ૭૦૦ લોકોનો આબાદ બચાવ થયો હતો. ૧૯૯૭માં આ જહાજના ડૂબ્યા બાદ ડાયરેકટર જેમ્સ કેમેરોને ટાઈટેનિક નામની ફિલ્મ બનાવી, જેના કારણે આ જહાજ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયું. ફિલ્મ ટાઇટેનિકને રેકોર્ડબ્રેક ૧૧ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech