અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને લગ્ન કરી લીધા છે. રાશિદે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં લગ્ન કર્યા હતા. અફઘાન સ્પિનરના લગ્ન પખ્તુન રીતિ-રિવાજ મુજબ થયા હતા. વાયરલ થયેલી તસવીરો અનુસાર રાશિદના લગ્ન 3 ઓક્ટોબર, ગુરુવારે એટલે કે ગઈકાલે થયા હતા. તેના લગ્નમાં અફઘાનિસ્તાનના તમામ ક્રિકેટરોએ હાજરી આપી હતી. રાશિદના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર રાશિદની સાથે તેના ત્રણ ભાઈઓએ પણ લગ્ન કરી લીધા છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રાશિદે માત્ર સંબંધીમાં જ લગ્ન કર્યા છે. જો જોવામાં આવે તો તેણે લગ્ન કરીને એક મોટું વચન તોડ્યું હતું. થોડા વર્ષો પહેલા રાશિદે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપ જીતશે ત્યારબાદ જ તે લગ્ન કરશે. જો કે નોંધનીય છે કે 2024માં, અફઘાનિસ્તાન પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું.
લગ્નમાં અફઘાનિસ્તાનના ઘણા ક્રિકેટરોએ હાજરી આપી
રાશિદના લગ્નમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી રમતા તેના તમામ સાથી ક્રિકેટરોએ હાજરી આપી હતી. આ લગ્નમાં ટીમનો અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી જોવા મળ્યો હતો. આ સિવાય ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈ પણ જોવા મળ્યો હતો. રાશિદના લગ્નમાં નજીબુલ્લાહ ઝદરાન, રહેમત શાહ અને મુજીબ ઉર રહેમાન સહિત અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ નસીબ ખાન પણ રાશિદના લગ્નમાં સામેલ થયા હતા.
Historical Night ?
— Afghan Atalan ?? (@AfghanAtalan1) October 3, 2024
Kabul is hosting the wedding ceremony of the prominent Afghan cricket star and our CAPTAIN ? Rashid Khan ? ?? @rashidkhan_19
Rashid Khan ? and his three brother got married at same day.
Wishing him a and his thee brother happy and healthy life ahead! pic.twitter.com/YOMuyfMMXP
રાશિદની કપ્તાનીમાં ટીમ સેમીફાઈનલમાં પહોંચી
રાશિદ ખાન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે અફઘાનિસ્તાનની ટીમ કોઈપણ ICC ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશી હોય. અનુભવી રાશિદની કેપ્ટનશીપ ટીમ માટે અત્યાર સુધી ઘણી લકી સાબિત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech