ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 8મી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ઇબ્રાહિમ ઝદરાનના ૧૭૭ રનની મદદથી ૩૨૫ રન બનાવ્યા. જેના જવાબમાં જો રૂટની સદી છતાં ઇંગ્લેન્ડ 317 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આ મેચ અફઘાનિસ્તાને 8 રનથી જીતી લીધી.
ઈબ્રાહિમ ઝદરાનના ૧૭૭ રન અને અઝમતુલ્લાહ ઉમરઝાઈની ૫ વિકેટની મદદથી અફઘાનિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ૮મી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 325 રન બનાવ્યા. તેના જવાબમાં જો રૂટની સદી છતાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 317 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ 8 રનથી જીતીને અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર કરી દીધું છે.
ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરનાર અફઘાનિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે ૩૭ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝે 15 બોલમાં 6 રન બનાવ્યા. તેમના ઉપરાંત સિદીકુલ્લાહ અટલે 4 રન અને રહેમત શાહે 4 રન બનાવ્યા હતા. આ પછી ઇબ્રાહિમ ઝદરાન અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ચોથી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી. આદિલ રશીદે આ ભાગીદારી તોડી. તેણે 30મી ઓવરમાં શાહિદીને બોલ્ડ કર્યો. શાહિદીએ 67 બોલમાં 40 રન બનાવ્યા.
ત્યારબાદ ઇબ્રાહિમ ઝદરાને અઝમતુલ્લાહ ઉમરઝાઈ સાથે 72 રનની ભાગીદારી કરી. 40મી ઓવરના છેલ્લા બોલ પર ઉમરઝાઈ કેચ આઉટ થયો. તેણે ૩૧ બોલમાં ૪૧ રનની ઇનિંગ રમી. ઇબ્રાહિમ ઝદરાને ફરી એકવાર મોહમ્મદ નબી સાથે ભાગીદારી કરી અને 111 રન ઉમેર્યા. છેલ્લી ઓવરના પહેલા બોલ પર જદરન કેચ આઉટ થયો. તેણે ૧૪૬ બોલમાં ૧૭૭ રનની ઇનિંગ રમી. આ જ ઓવરમાં લિયામ લિવિંગસ્ટને મોહમ્મદ નબીને પેવેલિયન મોકલી દીધો. નબીએ 24 બોલમાં 40 રન બનાવ્યા. ગુલબદીન નાયબ અને રાશિદ ખાન 1-1 રન બનાવીને અણનમ રહ્યા. જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech