રાજય સરકારના કાયદા વિભાગનો મહત્વનો નિર્ણય
ગત તા.૧૩/૦૩/૨૦૨૪ ના સાંજના સમયે જામનગર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે ’’એડવોકેટ હારૂન પલેજા ’’નાઓનુ આરોપીઓ(૧) રજાક ઉર્ફે સોપારી (ર) બશીરભાઇ સાયચા (૩) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા (૪) દિલાવર કકલ (૫) સુલેમાન કકલ (૬) રમજાનભાઇ સાયચા (૭) ઇમરાન સાયચા (૮) એજાઝ સાયચા (૯) ગુલામ સાયચા (૧૦) મહેબુબ સાયચા (૧૧) ઉમર ચમડીયા (૧૨) શબીર ચમડીયા (૧૩) અસગર સાયચા વિગેરે દ્રારા કાવતરૂ રચી ત્રિક્ષણ હથિયાર વડે ખૂન કરવામા આવેલ.
સરકારના કાયદા વિભાગમાં આ કેસમા સિનીયર એડવોકેટ, બાહોશ, પ્રમાણિક, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ, સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરવા માટે વકિલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થયેલી,જેના અનુસંધાને તાજેતરમાં રાજયના કાયદા વિભાગે રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સીનીયર એડવોકેટ શ્રી અનીલભાઇ દેસાઇની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.
જાણીતા સીનીયર એડવોકેટ શ્રી.અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમા ખૂંખાર –કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલ છે.શ્રી અનીલભાઇ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્રvકચ્છ ના મહત્વના જીલ્લાના જામનગર,મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી,કચ્છ-ભુજ સહિતાના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા નિમણૂંક થયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજય સરકાર દ્રારા અગાઉ સંખ્યાબંધ ચકચારી કેસો મા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે શ્રી અનીલભાઇ દેસાઇ ની નિમણૂંક કરવામા આવેલી છે તેઓ કાયદાની આંટીધુંટી આગવી કુનેહ સુલટાવતા સદરહુ ખૂન કેસમા સૌરાષ્ટ્ર ના જાણીતા ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અનીલભાઇ દેસાઇની નિમણૂંક થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech