તા. ૧૬ ર્માચ સુધી જાહેરનામું અમલમાં રહેશે: ભંગ કરનાર સામે કડક પગલા લેવાશે
કેન્દ્ર સરકારના વાયેબીલીટી ગેપ ફંડિંગ યોજના હેઠળ સમાવિષ્ટ એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલવે લિમિટેડને નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારશ્રીના જાહેરનામાંનો અમલના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે.
તેમજ, ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જતા હોય છે. જિલ્લાના ટોલનાકાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. પરંતુ, કેટલાક લોકો ટોલ પ્લાઝાના નજીકમાં આવેલી તેમની જમીનમાં થઈને વાહનોને ટોલગેઈટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડે છે.
તેથી આવા બનાવો નિવારી શકાય તે હેતુથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલા ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્સ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલપ્લાઝાની નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલો ટોલ ટેક્ષની ચુકવણી બાદ તેની પહોંચ મેળવી લેવી. જો નિયમાનુસાર મુક્તિ મળવા પાત્ર હોય, તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી, એજન્ટ કે નોકરને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.
આ ટોલનાકાઓ નજીક આવેલી જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાના બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઈ પસાર થઈ શકે તેવો કોઈપણ બાયપાસ પ્રકારનો રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેકસ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય, તો તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહી.
ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા. ૧૬/૦૩/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડ અથવા હુકમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ૪૫માં અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech