મોટી ચીરઇ પાસે આવેલ અગ્રવાલ નામની કંપની સામે તેના જ ભૂતપુર્વ કર્મચારી દ્રારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જે અંગે તાત્કાલીક તપાસ કરી સત્ય બહાર લાવવા માટે આમ આદમી પાર્ટી દ્રારા ભચાઉ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જાણમાં આવેલ છે કે મોટી ચીરઇ પાસે આવેલ ઓકિસજન કંપની કે જે ઓકિસજન સીલીન્ડર બનાવી રહી છે તેના જ ભૂતપુર્વ કર્મચારી રાજેશકુમાર ગુા દ્રારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે કંપની બનાવવામાં આવી છે અને કંપની દ્રારા બનાવાતા ઓકિસજન સીલીન્ડરમાં નાઇટ્રોજન અને સી૨ની ભેળસેળ કરાતી હોવાથી આ સીલીન્ડરોથી લોકોની જાનને ખતરો થઇ શકે તેમ છે. કર્મચારી રાજેશકુમાર ગુા દ્રારા આક્ષેપો કરાયા છે કે કંપની દ્રારા ગાંધીધામ, ભુજ અને વાગડની અનેક હોસ્પિટલમાં આ સીલીન્ડર સપ્લાય કરવામાં આવ્યા છે જેનાથી ત્યાં સારવાર લેતા દર્દીઓના જાનને ખતરો થઇ શકે છે.
કંપની સામે વધુ આક્ષેપો કરવામાં આવ્યા છે કે કંપની દ્રારા કોઇપણ લેબ ટેસ્ટ કર્યા વગર જ આવા સીલીન્ડરો ભરવામાં આવી રહ્યા છે તેમજ લેબ ટેકનીશીયનના ફર્જી લાયસન્સના આધારે કંપની શ કરાઇ છે. રાજેશકુમાર ગુા દ્રારા કરવામાં આવેલા આ સઘળા આક્ષેપો જો ખરા હોય તો અનેક લોકોના જાનને ખતરો રહેલો છે. રાજેશકુમાર ગુા દ્રારા આ અંગે ઉચ્ચ સ્તરે રજુઆતો કરવામાં આવી છે પરંતુ આ અંગે હજુ સુધી કોઇ તપાસ કરવામાં આવી નથી. જેથી આપ દ્રારા આ અંગે જરી પગલાં ભરી યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગણી છે જેથી જો આ વાતમાં તથ્ય હોય તો જાનમાલના નુકશાનને અટકાવી શકાય.
આ અંગે આમ આદમી પાર્ટી દ્રારા ગુજરાત રાયના ગૃહમંત્રી, મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી કાર્યાલયને પણ તપાસ કરવા અંગે પત્ર પાઠવવામાં આવ્યો છે.
ભચાઉ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપતી વખતે આમ આદમી પાર્ટી પુર્વ કચ્છ જીલ્લ ા પ્રભારી ડો કાયનાતબેન અંસારી,પૂ.ક જીલ્લ ા સંગઠન મંત્રી સાહેબજી સમા, ભચાઉ તાલુકા પ્રમુખ લક્ષમણભાઈ પીરાણા ભચાઉ શહેર પ્રમુખ સુલતાન ભટ્ટી, રમણીકભાઈ કોળી, કિસાન સેલ પ્રમુખ ડાયાભાઇ આહીર, રોસનબેન મીર, હિતેશભાઈ ઠક્કર, બાબુભાઇ ભરવાડ, રમેશભાઇ કોળી, તેમજ બહોળી સંખ્યામાં કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech