જોડીયામાં સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા શરુ

  • June 22, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગર તળે આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા- તાલુકો જોડીયા, ભાદરા રોડ, જિલ્લો જામનગરમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ઈલેક્ટ્રીશિયન, ફિટર, કોપા, કોસ્મેટોલોજી/ બ્યુટી પાર્લર કોર્ષ અને ધોરણ 8 પાસ ઉમેદવારો માટે વાયરમેન ટ્રેડની બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. 


આગામી તારીખ 30 જૂન સુધી https://itiadmission.gujarat.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઇન પ્રવેશ પત્ર ભરી શકાશે. તેમજ 50 રૂપિયા જેટલી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રવેશ મળ્યા બાદ અત્રેની કચેરીએ રૂબરૂ આવીને મહિલા, એસ.સી, સે.ટી. અને ફિઝિકલ હેન્ડીકેપ તાલીમાર્થીઓ માટે સી.એમ.ડી. ના રૂ.250 અને જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો સાથે અને તે સિવાયના ઉમેદવારોએ જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો સહિત સી.એમ.ડી. અને સત્ર ફીઝ સહિત રૂ.850 ભરવાના રહેશે. 


આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીનો રૂબરૂ આવીને સંપર્ક સાધી શકાશે. તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જોડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application