જામનગર નજીક દરેડ વિસ્તારમાં મંદિરના નિર્માણના કામકાજ દરમિયાન ગુંબજ પડતાં એક શ્રમિક ઇજાગ્રસ્ત બન્યા હતા, અને ૧૦૮ ની ટુકડીએ સમયસર પહોંચી જઈ સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરી લેવાયા હતાં, અને સમયસર સારવાર આપી પ્રશંસનીય કામગીરી કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ માં એક મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જ્યાં કામ કરી રહેલા શાંતિભાઈ નામના શ્રમિક પર અચાનક ગુંબજ પડતાં તેઓને હાથ પગમાં ઇજા થઈ હતી, અને મંદિરના શિખર પર ઇજાગ્રસ્ત હાલતમાં પટકાયા હતા.
જેની જાણકારી મળતાં ૧૦૮ ની ટીમના પાયલોટ નિલેશભાઈ તેમજ ઈએમટી વિજયભાઈ મહેતા તાત્કાલિક ગઈકાલે રાત્રે દરેડ ગામે પહોંચી ગયા હતા, અને સ્થાનિક લોકોની મદદ થી ખાટલો સ્ટ્રેચર વગેરેની મદદથી ગુંબજ પર ચડીને શ્રમિકને ખાટલા અને સ્ટ્રેચર સાથે બાંધ્યા હતા, અને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લીધા હતા, અને તેઓને પ્રાથમીક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધા હતા.
૧૦૮ ની ટીમની કુનેહભરી કામગીરીને કારણે શ્રમિકને સહી સલામત રીતે નીચે ઉતારી લેવાયા હતા, અને સારવાર પણ મળી ગઈ હતી. જેથી ૧૦૮ ની ટુકડીની આ કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech