સંચાલકો સુધરી ગયા કે ઓપરેશન લીક થઈ ગયા છે ? એસઓજીનું પ0 સ્પામાં ચેકિંગ બધે સમુસૂતરું હતું

  • October 19, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર જ નહીં રાજ્યભરમાં સ્પાના નામે કયાંકને કયાંક હાઈપ્રોફાઈલ સેકસ રેકેટ, દેહ વિક્રય સોદાના કારનામાઓ ચાલતા રહે છે. આ સ્પાના નામે દુષણ હવે નાના સેન્ટરો સુધી પણ પહોંચ્યું છે. રાજકોટમાં ગઈકાલે ફરી એસઓજીએ એકસાથે 50 જેટલા સ્પામાં સામૂહિક ચેકિંગ હાથ ધર્યું હતું. પણ વધુ એક વખત પોલીસને કયાંય કોઈ સેકસ કે આવી ગેરરીતિ મળી નહતી. રાબેતા મુજબ 17 સ્પામાં કામ કરતી થેરાપીસ્ટની નોંધણી નહીં કરાવાયાનું ખુલતા આવા વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કેસ કરાયા હતા. સ્પાના સંચાલકો સુધરી ગયા કે ઓપરેશન લીક થઈ જાય છે? તેવી ચચર્ઓિ જાણકારોમાં ચાલી હતી.


શહેર એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગઈકાલે બપોર બાદ સામૂહિક ચેકિંગ અલગ-અલગ સ્પામાં હાથ ધરવામાં આવ્યું હતું. 50 જેટલા સ્પામાં ચેકિંગ થયાનું પોલીસના સૂત્રોમાંથી જાણવા મળે છે. કયાંય કાંઈ બંધ બારણે દેહના સોદા કે આવી કોઈ ગેર પ્રવૃતિ ચાલતી હોય તેવું પોલીસની ટીમોને હાથ લાગ્યું નહતું. બીબજાર નજીક ચંદ્રપાર્ક-2માં આવેલા માઈલસ્ટોન સ્પામાં દિલ્હી, મીઝોરમની યુવતીઓને બોલાવી થેરાપાસ્ટ તરીકે રખાઈ હતી જેની નોંધ પોલીસ સ્ટેશશ્રમાં કરાવાઈ ન હોવાથી સંચાલક સાધુવાસવાણી રોડ પર રહેતા ભરત હરસુર પાડા સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધાયો હતો.


આવી રીતે સત્ય સાંઈ રોડ પર કયાવેલનેશ સ્પાના અજય વિઠ્ઠલભાઈ જોગરાણા રહે.રૈયાધાર, 150 ફૂટ રિંગરોડ પર્પલ સ્પાના રાજ નારાયણ મિશ્રા, યુનિવર્સિટી રોડના એન્જોય સ્પાના વિરેન રમેશભાઈ ભટ્ટી, મવડી રોડ ફાયરબ્રિગેડ સામે એમ.કે.પ્લસ સ્પાની સંચાલિકા ઉર્વશી બળવંતભાઈ મકવાણા ઉ.વ.23, અક્ષર માર્ગ પરના બુધ્ધા ઈન્ટરનેશનલ સ્પાના કબીર અણભાઈ લાલચંદાણી, રૈયારોડ સદગુ કોમ્પ્લેકસ ગ્લેમર સ્પાના ધ્રુવ ભરતભાઈ પરમાર, નિર્મલા રોડ પ્રિન્સ વેલનેશ સ્પાની પરપ્રાંતિય મહિલા પૂજા રાજેન્દ્રસિંહ લટવાળ, ઈન્દિરા સર્કલ પાસે આત્મિજ એન્ડ વેલનેશ સ્પાના કિરીટ મોહનભાઈ જોટાંગિયા સામે ગુના નોંધાયા હતા.


આ ઉપરાંત આકાશવાણી ચોક પાસેના મીન્ટ વેલનેશના સુનિલ દિલીપ પરીહાર, ગ્રીનલીફ સ્પા નાનામવા રોડના ભરત જોગીભાઈ સોની, ફલોરા સ્પાના હોજેફા આબીદ વાંકાનેરી, માતિ ચોક સત્યસાંઈ રોડ પર ઓસાન સ્પાના રોહિત વિજયભાઈ ટથીટા, યુનિવર્સિટી રોડ પર ક્રિષ્ના પાર્ક કોમ્પ્લેકસમાં એચ.ડી.વેલનેશ સ્પાના મહેશ મદન, મવડી ચોકડી પાસે નીલા સ્પાના વિશાલ રોહિત જાટ, કેકેવી હોલ પાસેના ઈશાન એપાર્ટમેન્ટના બ્લીસ રિક્રેશીંગ સ્પાના આકાશ અમરભાઈ પઢિયાર, અક્ષર માર્ગ પરના ઓર્ગેનિક સ્પાના આશિષ અરવિંદભાઈ કાલપાડા સામે આઈપીસી 188 હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા.


પરપ્રાંતિય યુવતીઓને સ્પાગર્લ તરીકે રાખી નોંધ નહીં કરાવવા પાછળનો ઈરાદો શું?
સ્પામાં ગુજરાતી ઉપરાંત પરપ્રાંતની દિલ્હી, મિઝોરમ, નાગાલેન્ડ કે અન્ય આવા રાજ્યની યુવતીઓને થેરાપીસ્ટ તરીકે રાખીને નિયમ મુજબ જે-તે પોલીસ મથકમાં આ યુવતીઓના આઈડી પ્રુફ સાથેના પુરા ડેટા વિગતો અપાઈ નહતી કે આવી કોઈ નોંધ કરાવાઈ નહતી. અગાઉ ગત માસાંતે એસઓજીએ આ રીતે સામૂહિક ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે પણ ઘણાખરા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ હતી. આમ છતાં નોંધ કરાવતા નથી તો શું પોલીસનો ડર નહીં હોય કે પછી બધુ ઓન ઓન ચલાવવા અથવાતો આળશ હશે કે જશું નોંધ કરાવશું કે પછી યુવતીઓ ના પાડતી હોય કે સંચાલકો એવું હશે કે કયાં ખુલ્લ ુ પાડવું કે પોલીસની ફામાં પડવું? આવશે ત્યારે જોયું જાશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application