ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું આદિત્ય એલ–૧, આજે સાંજે તેના ગંતવ્ય લેગ્રેન્જ પોઈન્ટ–૧ (એલ ૧) પર પહોંચશે અને તેને અંતિમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.ચદ્રં પર ઉતર્યા બાદ ભારત વધુ એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ–૧ મિશન શનિવારે હેલો ઓર્બિટ લેગ્રેન્જ–૧ પર સ્થાપિત કરવામાં આવશે. આ માટે ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સૌર વેધશાળા દ્રારા આદિત્ય એલ–૧ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાની ગતિવિધિ બાદ તેને શનિવારે સાંજે ૪.૦૨ કલાકે ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
વર્ષ ૨૦૧૫ માં ૭ પેલોડસ સાથે મિશનને અંતિમ સ્વપ આપવામાં આવ્યું હતું અને તે પછી ઝડપથી કામ શ થયું હતું. પરંતુ, કોરોનાને કારણે મિશનની તૈયારીઓને અસર થઈ હતી અને લગભગ બેથી અઢી વર્ષ સુધી કામ પ્રભાવિત થયું હતું. આખરે, ચંદ્રયાન–૩ના સફળ ઉતરાણના થોડા દિવસો બાદ, ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ મિશન શ કરવામાં આવ્યું હતું. કેટલાક ફેરફાર પછી, આદિત્ય ૧૮ સપ્ટેમ્બરના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર આવ્યો અને સૂર્યના માર્ગ પર આગળ વધ્યો.
અભ્યાસ કરવા પૃથ્વીના વાતાવરણની બહાર જવું જરૂરી
સૌર કિરણોત્સર્ગ દ્રારા ઉત્સર્જિત ઊર્જાસભર કણો અથવા તેના પ્રકાશ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. પૃથ્વીનું વાતાવરણ રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે અને હાનિકારક કિરણોત્સર્ગને અટકાવે છે. તેથી, સૂર્યમાંથી નીકળતા આ ઊર્જાસભર કણોનો પૃથ્વી પર સ્થાપિત સાધનો દ્રારા અભ્યાસ કરી શકાતો નથી. આ અભ્યાસ પૃથ્વીના વાતાવરણની બહાર થઈ શકે છે. લેગ્રેન્જ–૧ દ્રારા સૌર વાવાઝોડા અને સૂર્યના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ શકય બનશે.
યોજના દોઢ દાયકા પહેલા બની હતી
સૂર્યના અભ્યાસ માટે આદિત્ય મિશન શ કરવાની યોજના વર્ષ ૨૦૦૯માં બનાવવામાં આવી હતી. ત્યારબાદ આ મિશનને માત્ર પેલોડ, સોલાર–કોરોનોગ્રાફ સાથે નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, ૨૦૧૪ માં મંગલયાનની સફળતા પછી, આંતરગ્રહીય મિશનમાં ઈસરો નો વિશ્વાસ વધ્યો અને તેની તકનીકી ક્ષમતામાં પણ વધારો થયો. તે પછી, પ્રોફેસર યુઆર રાવના સૂચન પર, આદિત્ય મિશનમાં વધુ પેલોડ ઉમેરવા અને તેને પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂર લેગ્રેન્જ–૧ પર સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech