બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ ઘણો લોકપ્રિય છે. જોકે આદિત્ય લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ કેટલીકવાર તે પોતાની હરકતોથી લોકોનું ધ્યાન ખેંચે છે. આદિત્યનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુસ્સામાં એક વ્યક્તિનો ફોન છીનવીને ફેંકી દેતો જોવા મળે છે.જેની ભારે ટીકા થઇ રહી છે.
બોલિવૂડ સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે આદિત્ય વિવાદોમાં ફસાયા છે. આદિત્ય નારાયણ સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યા હતા. તેમને સાંભળવા માટે લોકોનું મોટું ટોળું આવ્યું હતું, જેમાં મોટાભાગના યુવાનો હતા. પર્ફોર્મન્સની વચ્ચે આદિત્ય નારાયણ એવી હરકતો કરી બેસે છે જેને કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
એક યુઝરે X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આદિત્ય નારાયણ પોતાના સ્ટેજ પરફોર્મન્સમાં કેટલા વ્યસ્ત છે. લોકો પણ તેની સિંગિંગને માણી રહ્યા છે. પછી એવું થાય છે કે તેની નજર ભીડની સામે ઉભેલા એક ફેન પર પડે છે. અન્યોની જેમ તે પણ આદિત્યને ફોન આપીને સેલ્ફી પાડવા માટે વિંનતી કરે છે. પરંતુ પછી આદિત્ય તેનો ફોન છીનવી લે છે અને તેને ભીડમાં ક્યાંક ફેંકી દે છે.
વિવાદો સાથે જોડાયેલુ છે આદિત્ય નારાયણનું નામ
આદિત્ય નારાયણનું વિવાદો સાથે કનેક્શન નવું નથી. ઘણા પ્રસંગોએ જોવામાં આવ્યું છે કે તે પોતાનો ગુસ્સો ઠાલવી બેસે છે . થોડા સમય પહેલા ઈન્ડિયન આઈડોલ શો હોસ્ટ કરતી વખતે દિગ્ગજ ગાયક કિશોર કુમારના પુત્ર અમિત કુમાર સાથે તેની દલીલ થઈ હતી. આ દરમિયાન પણ લોકોએ અમિતનો પક્ષ લીધો અને આદિત્યને ટ્રોલ કર્યો હતો. આ પહેલા તે એરપોર્ટ પર અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech