આધેડે પુલ પર જાહેરમાં ગળાફાંસો ખાધો: દોરી તૂટી જતાં જીવ બચી ગયો

  • April 27, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના પારેવડી ચોક પાસે ખોડીયારપરામાં રહેતા આધેડે ભગવતીપરા જુના રેલવે પુલ પર જાહેરમાં ગળાફાંસો ખાધો હતો પરંતુ દોરી તૂટી જતા તેઓ નીચે પટકાયા હતા જેથી તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જેમાં તેમના બંને પગે ફ્રેકચર થયાનું માલુમ પડયું હતું. આ આધેડે કેટલાક લોકોને ઉછીના પૈસા આપ્યા હોય પરંતુ હવે તે પરતના આપતા હોવાથી તેની ચિંતામાં આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, ખોડીયારપરામાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર નૂરમહંમદ આમદભાઈ બ્લોચ(ઉ.વ 45) નામના મુસ્લિમ આધેડે આજરોજ જુના રેલવે પુલ પર જાહેરમાં ગળાફાંસો ખાધો હતો. પરંતુ દોરી તૂટી જવાથી તેઓ નીચે પટકાયા હતા જેમાં તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જે અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.આધેડના પત્ની નગમાબેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેમના પતિએ કણકોટના સલીમ ને રૂ.2.20 લાખ,મુંજકાના સચિનને રૂ. 3 લાખ તેમજ હેમંતને 50,000 તથા મહેશને બે લાખ આપ્યા હોય જેઓ હવે પૈસા પરત ન આપતા ન હોવાથી આ ચિંતામાં પતિએ આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application