દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં વિવિધ મોટા ઔદ્યોગિક એકમો જેવા વાયટલ ઇન્સટોલેશન સેન્ટરો આવેલા હોવાથી બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પર પ્રાંતિય લોકો રોજગારી અર્થે આવે છે અને બોગસ દસ્તાવેજ રજુ કરી સીમકાર્ડની ખરીદી કરતા હોય છે. ઘણીવાર ગુનાહિત માનસ ધરાવતા ઇસમો આવા બોગસ સીમકાર્ડ નંબરો ઉપરથી કોલ કરી રાષ્ટ્રો વિરોધી કે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપે છે તેમજ લોકોને લાલચ- પ્રલોભન આપી પૈસા પડાવતા હોય છે તેમજ મહિલાઓની જાતીય સતામણી કરતા હોય છે. આ પ્રવૃતિને અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીસ્ટ્રીબ્યુટર અને સીમકાર્ડ વીક્રેતાઓ માટે કેટલાક આદેશો ફરમાવેલ છે.
આ જાહેરનામા અન્વયે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરિદનાર વ્યકિતનું નામ, સરનામુ, ફોટો, ઓળખકાર્ડની નકલ રહેઠાણના પુરાવાઓની નકલ, ખરીદનારના કલર ફોટાની બરોબર ચકાસણી કરવાની રહેશે. ફોર્મ સુવાચ્ય અક્ષરે ભરવાનું રહેશે. ફોર્મમાં કરેલ દરેક સહિની નીચે સહી કરનારના સ્વાહસ્તાક્ષરમાં સુવાચ્ય અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ત્યારબાદ જ સીમકાર્ડ વેચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનારનો ફોટો ઓળખ તથા રહેણાકની વિગતો જળવાઇ રહે તે માટેનું વિગતવારનું રજીસ્ટીર નિભાવવાનું રહેશે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની નવા સીમકાર્ડ આપવા સબંધિત સુચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત મોબાઇલ ઓપરેટરો/ સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજુ કરેલ આધારો ફોટોગ્રાફસનું ટેલીફોનિક વેરીફીકેશનની સાથે સાથે કસ્ટમર એકવીઝીશન ફોર્મમાં સ્થળ ખરાઇ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે. ટેલિફોન બુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યાર બાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્યકિતના નામ, સરનામાની માહિતી જળવાઇ રહે તે રીતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
ઉપરોકત બાબતે નિભાવેલ રેકર્ડ (રજિસ્ટર)સુરક્ષીત રીતે એક વર્ષની મુદત સુધી જાળવી રાખવાનું રહેશે. આ જાહેરનામું તા. ૦૪/૦૪/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech