ભરૂચમાં એક યુવકને સળગાવી દેતા સારવારમાં દમ તોડયો : લગ્નના બહાને ઠગાઇ થતા વિફરેલા યુવાને કૃત્ય આચર્યુ
જામનગરના એક યુવાન સાથે લગ્નના બહાને ઠગાઇ થયાનું બહાર આવતા વિફરેલા શખ્સે થોડા દિવસો પહેલા ભરૂચમાં ચાલી વિસ્તારમાં રહેતા યુવાનને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, આ પ્રકરણમાં જે તે વખતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, દરમ્યાન ગંભીર રીતે દાઝી ગયેલા યુવાને સારવાર દરમ્યાન દમ તોડતા જામનગરના શખ્સ સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવતા ચકચાર વ્યાપી છે.
પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા દિલીપ રમેશભાઇ સોલંકીએ થોડા દિવસો પહેલા ભરૂચના વસંત મીલની ચાલ વિસ્તારમાં રહેતા કિશન વસાવા નામના યુવાન પર પેટ્રોલ જેવુ પ્રવાહી છાંટી આગ ચાપીને ફરાર થઇ ગયો હતો, કિશન નામનો યુવાન શરીરે દાઝી જતા ભ ચની સીવીલ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં આશરે 17 દિવસની સારવારમાં તેનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવમાં જે તે વખતે પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવી છે, દરમ્યાન સારવારમાં દાઝી ગયેલા યુવાને દમ તોડતા આ બનાવમાં હત્યાની કલમનો જામનગરના શખ્સ સામે ઉમેરો થયો છે, લગ્ન કરાવવાના બહાને જામનગરના યુવાન સાથે દોઢ લાખની ઠગાઇ થયાનું સામે આવ્યુ હતું, જે તે વખતે દિલીપને અટકાયતમાં લેવામાં આવ્યો હતો જો કે આ પ્રકરણમાં અન્ય શખ્સોની ધરપકડ થઇ નથી જેથી તપાસ બાબતે આક્ષેપો કરવામાં આવી રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી
November 15, 2024 01:16 PMઘરમાં પડેલા જૂના નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો રિયુઝ
November 15, 2024 01:08 PMરાજકોટ : મવડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે ચક્કાજામ
November 15, 2024 01:03 PMસાગરપુત્રોની ટ્રીપ દરિયાઈ પ્રદૂષણને કારણે લંબાઇ હોવા છતાં સરકાર જાગતી નથી
November 15, 2024 01:02 PM"આજકાલ"ની ન્યુઝ સ્ટોરી બાદ અસ્માવતી ઘાટની થઈ સફાઈ
November 15, 2024 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech