દેશના સૌથી ધનિક ઉધોગપતિઓમાંના એક ગૌતમ અદાણીએ એક મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ તેમના અદાણી ગ્રુપ દ્રારા અમેરિકામાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ અમેરિકામાં એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ગૌતમ અદાણીએ એકસ પર પોસ્ટ કરીને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિને અભિનંદન આપતા લખ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા. જેમ–જેમ ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી વધી રહી છે. અદાણી ગ્રુપ પોતાની કુશળતાનો ઉપયોગ કરીને અમેરિકી ઉર્જા સુરક્ષા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસમાં કુશળતાનો લાભ લેવા અને ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. અમાં લય તેના દ્રારા ૧૫,૦૦૦ નોકરીઓનું સર્જન કરવાનો છે.
ગૌતમ અદાણીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પરની આ પોસ્ટ પછી સ્પષ્ટ્ર થાય છે કે અદાણી ગ્રૂપે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પગલાં લીધાં છે. જો કે તેમણે અમેરિકામાં શ થનારા પ્રોજેકટસ વિશે વિગતવાર માહિતી આપી ન હતી પરંતુ ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉલ્લેખ કરીને તેમણે સ્પષ્ટ્ર કયુ હતું કે આ ક્ષેત્રમાં સતત રોકાણ દ્રારા ભારતનું દ્રિપક્ષીય સહયોગનું વચન પૂર્ણ થશે.
૬ નવેમ્બરના રોજ, યારે ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખ બનવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ગૌતમ અદાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતી પોસ્ટ એકસ પર કરી હતી. તે પોસ્ટમાં ગૌતમ અદાણીએ લખ્યું હતું કે જો પૃથ્વી પર કોઈ એવી વ્યકિત હોય જે અતૂટ ધીરજ, અતૂટ ધર્ય, અવિરત નિશ્ચય અને પોતાની માન્યતાઓ પર સાચા રહેવાની હિંમતનું પ્રતીક હોય, તો તે ડોનાલ્ડ ટ્રમ્પ છે. તે જોવાનું આકર્ષક છે કે અમેરિકાની લોકશાહી તેના લોકોને સશકત બનાવે છે અને દેશના સ્થાપક સિદ્ધાંતોને સમર્થન આપે છે. ૪૭માં ચૂંટાયેલા યુએસ પ્રમુખને અભિનંદન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech