અદાણી વિલ્મરના શેર વેચીને ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં લગાવશે મોટી છલાંગ

  • December 31, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિખ્યાત ઉધોગપતિ ગૌતમ અદાણીના પગલાં ઘણી વખત ચોંકાવે છે. પરંતુ તેના મોટા ઈરાદાઓ વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વખતે પણ ગૌતમ અદાણી આવું જ કંઈક કરવા જઈ રહ્યા છે. આનો વિચાર ભારતીય આર્થિક જગતને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. અદાણી એનર્જી, ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં મોટી છલાંગ લગાવવા જઈ રહી છે. તેઓ આ ક્ષેત્રના વિસ્તરણમાં ઓછામાં ઓછા બે અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે.
તે અદાણી વિલ્મર ગ્રૂપમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચીને આ રકમ એકત્ર કરશે. અદાણી વિલ્મર ગ્રુપ ખાધતેલના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ખાસ કરીને તેની ફોચ્ર્યુન બ્રાન્ડ સરસવનું તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ ભારતીય ઘરોના રસોડામાં ખૂબ જ પસદં કરવામાં આવે છે.
અદાણી તેના ૪૪ ટકા શેર વેચીને વિલ્મર ગ્રૂપ સાથેની તેની સંયુકત સાહસ કંપનીમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એટલે કે એઈએલએ ૩૦ ડિસેમ્બરે આની જાહેરાત કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ બે ભાગમાં તેનો હિસ્સો વેચશે. ૧૩ ટકા શેર શેરબજાર દ્રારા જાહેરમાં વેચવામાં આવશે. યારે ૩૧ ટકા શેર સિંગાપોરની વિલ્મર કંપનીને વેચવામાં આવશે. આ સાથે વિલ્મરના શેર ૪૪ ટકાથી વધીને ૮૮ ટકા થઈ જશે. હાલમાં પ્રમોટરો અદાણી–વિલ્મર કંપનીમાં ૮૮ ટકા શેર ધરાવે છે. જેમાંથી ૪૪ ટકા શેર અદાણી ગ્રુપના છે અને ૪૪ ટકા શેર સિંગાપોરની વિલ્મર કંપનીના છે.
અદાણી જેવા ભાગીદારની ખસી જવાથી ભારતમાં વિલ્મર ગ્રુપને મોટો ફટકો પડો છે. હવે તે ભારતમાં અદાણી જેવા અન્ય ભાગીદારની શોધમાં છે. જે તેની ફોચ્ર્યુન બ્રાન્ડને બજારમાં અને લોકોના રસોડામાં પહેલાની જેમ જ મજબૂત રાખવામાં મદદ કરી શકે છે. ગઈકાલે અદાણી વિલ્મરનો શેર ૦.૧૭ ટકા ઘટીને . ૩૨૯.૫૦ પર બધં થયો હતો. કંપનીની બજાર મૂડી ૪૨,૮૨૪ કરોડ પિયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application