અદાણી ગ્રુપે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક મોટી વ્યૂહાત્મક પહેલ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વર્ચસ્વ ધરાવતા આ સેક્ટરમાં પકડ મજબુત બનાવવા માટે, અદાણી એન્ટરપ્રાઇઝિસે હવે થાઇલેન્ડની મોટી કંપ્ની ઇન્ડોરમા રિસોર્સિસ લિમિટેડને હસ્તગત કરી છે. વાલોર પેટ્રો કેમિકલ્સ (વીપીએલ) એ અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એપીસીએલ), અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઈએલ)ની પેટાકંપ્ની અને થાઈ કંપ્ની ઈન્ડોરમા રિસોર્સિસ વચ્ચે 50-50 ટકા ભાગીદારી છે. (વીપીએલ) નામની નવી કંપ્ની પણ બનાવવામાં આવી છે. આ નવી કંપ્નીની નોંધણી 4 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈમાં કંપ્નીના રજિસ્ટ્રારની ઑફિસમાં કરવામાં આવી હતી.
એઈએલએ એક્સચેન્જ ફાઈલિંગમાં માહિતી આપી હતી કે આ કંપ્ની પેટ્રોકેમિકલ, રિફાઈનરી અને કેમિકલ બિઝનેસમાં કામ કરશે. વીપીએલની શરૂઆત રૂ. 5,00,000 ની પ્રારંભિક મૂડી સાથે કરવામાં આવી છે, જેને 50,000 ઇક્વિટી શેરમાં વહેંચવામાં આવી છે. આમાં એપીસીએલ અને આઈઆરએલ પાસે 25-25 હજાર શેર હશે. ઈન્ડોરમા રિસોર્સિસ લિ. ભારતીય મૂળના ઉદ્યોગપતિ આલોક લોહિયાની કંપ્ની કેનોપસ ઈન્ટરનેશનલ લિ. ની પેટાકંપ્ની છે. ઈન્ડોરમા વેન્ચર્સ, આઈઆરએલ ની બીજી પેટાકંપ્ની, વિશ્વની સૌથી મોટી પોલી ઈથિલીન ટેરેફ્થાલેટ (પીઈટી) ઉત્પાદન કંપ્નીઓમાંની એક છે. પીઈટીનો ઉપયોગ પ્લાસ્ટિકના ક્ધટેનર, બોટલ, કપડાં, ઈલેક્ટ્રીકલ સાધનો, ઓટોમોબાઈલ અને આરોગ્ય ક્ષેત્ર જેવા ઘણા ઉદ્યોગોમાં થાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાલમાં ભારતની સૌથી મોટી પેટ્રોકેમિકલ કંપ્ની છે. અદાણીની નવી કંપ્ની વીપીએલ એ જ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે જ્યાં રિલાયન્સનું વર્ચસ્વ છે. અદાણી અને થાઈ કંપ્ની વચ્ચેનું આ સંયુક્ત સાહસ આરઆઈએલને પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. આવનારા સમયમાં આ વિસ્તાર બે મોટી કંપ્નીઓ વચ્ચે સ્પધર્નિું કેન્દ્ર બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech