અદાણી નવા વિવાદમાં પેન્ડોરા પેપર્સમાં પણ નામ, શું છે પેન્ડોરા પેપર લીક?

  • September 01, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અદાણી જૂથ દ્રારા રોકાણકારોને અંધારામાં રાખીને ઓફશોર શેરો નું રોકાણ કરવાનો વિઈવાદ બહાર આવ્યાના બીજા દિવસે નવો ધડાકો થયો છે જેમાં ઓફશોર વેચાણને સમર્થન અપાયું છે. પેન્ડોરા પેપર્સ તપાસના ભાગપે ઓફશોર કોર્પેારેટ સર્વિસ પ્રોવાઇડર ટ્રાઇડેન્ટ ટ્રસ્ટના રેકોડર્સ જેને આપવામાં આવ્યા હતા તે ઇન્ડિયન એકસપ્રેસ દ્રારા એક અહેવાલમાં કહેવાયું છે કે બ્રિટિશ વર્જિન આઇલેન્ડસ માં નોંધાયેલી બે આફશોર શેલ કંપનીઓ અદાણી જૂથ સાથે જોડાયેલી છે.


ગુવારે, યોર્જ સોરોસ દ્રારા સમર્થિત એક તપાસ રિપોટિગ પ્લેટફોર્મ ઓસીસીઆરપીએ જણાવ્યું હતું કે અદાણી પરિવારના કથિત બિઝનેસ પાર્ટનર્સની સંડોવણીને અસ્પષ્ટ્ર મોરેશિયસ ફંડસ દ્રારા જૂથના કેટલાક સાર્વજનિક પે ટ્રેડેડ શેરોમાં લાખો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. ફાયનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ઓસીસીઆરપી દ્રારા એકસેસ કરાયેલા દસ્તાવેજોના આધારે, આ કંપનીઓ પાછળના બે વ્યકિતઓ અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીના સહયોગી હતા. સંયુકત આરબ અમીરાતના નાગરિક નાસેર અલી શબાન અહલી અને તાઈવાનના નાગરિક ચાંગ ચુંગ–લિંગ. યારે અહલીએ ગલ્ફ એશિયા ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ઉપયોગ કર્યેા હતો, ત્યારે ચાંગે લિંગો ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ઉપયોગ કર્યેા હતો, તેમ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું. ફાયનાન્સિયલ ટાઈમ્સે ગુવારે સૂચવ્યું હતું કે બે વ્યકિતઓએ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં મોટી પોઝિશન એકઠી કરવા અને વેપાર કરવા માટે બર્મુડા ફંડનો ઉપયોગ કર્યેા હતો.


શું છે પેન્ડોરા પેપર લીક?
પેન્ડોરા પેપર્સ લીકને વિશ્વભરના કેટલાક રાજકીય નેતાઓ બિઝનેસ ટાયકૂન્સ અને પ્રભાવશાળી વ્યકિતત્વના સૌથી મોટા પર્દાફાશ તરીકે ગણવામાં આવે છે. ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટસ દ્રારા ૨.૯ ટેરાબાઈટ ડેટા સાથે લગભગ ૧૧.૯ મિલિયન દસ્તાવેજો લીક કરવામાં આવ્યા હતા. દસ્તાવેજોની શ્રેણી ૩ ઓકટોબર ૨૦૨૧ ના રોજ પ્રકાશિત થવાનું શરૂ થયું.


એલઆઈસીએ અદાણીમાં ૧૪૪૦ કરોડ ગુમાવ્યા

એકસચેન્જના ડેટા અનુસાર એક જ દિવસમાં લગભગ રૂા.૩૫,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું. રૂા.૩૫,૦૦૦ કરોડમાંથી, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પેારેશનએ માત્ર એક સત્રમાં અદાણી ગ્રૂપની છ કંપનીઓમાં રૂા. ૧,૪૩૯.૮ કરોડનું મૂલ્ય ગુમાવ્યું હતું. ટ્રેન્ડલાઈન ડેટા અનુસાર, ૩૦ જૂનના રોજ એલઆઈસી, અદાણી પોટર્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિકમાં ૯.૧૨%, અદાણી એન્ટરપ્રાઈઝમાં ૪.૨૬%, અદાણી ટોટલ ગેસ, એસીસી અને અંબુજા સિમેન્ટસમાં ૬%થી વધુ હિસ્સો ધરાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application