અદાણી ફરી બન્યા એશિયાના બીજા ક્રમના ધનિક વ્યક્તિ

  • November 29, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં 20% સુધીનો વધારો જોવા મળ્યો હતો. આના કારણે ગ્રુપના રોકાણકારોની નેટવર્થમાં એક દિવસમાં 1.2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગ્રુપ્ના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં 6.5 બિલિયનનો વધારો થયો છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યા બાદ એક દિવસમાં અદાણીની નેટવર્થમાં આ સૌથી મોટો વધારો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, આ સાથે અદાણીની નેટવર્થ 66.7 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ સાથે તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 19મા સ્થાને પહોંચી ગયો છે. તે એશિયાના અમીરોમાં મુકેશ અંબાણી પછી બીજા ક્રમે છે. મંગળવારે સૌથી વધુ કમાણી મામલે અદાણી એલોન મસ્ક પછી બીજા ક્રમે છે.


અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને કારણે મંગળવારે અદાણી ગ્રૂપ્ના શેરમાં વધારો થયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર સૌથી વધુ 20 ટકા વધ્યો હતો. અદાણી પાવર પણ 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ વિરુદ્ધ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ગ્રૂપ પર શેરના ભાવમાં હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે જૂથે આ આરોપોને નકારી કાઢ્યા હતા, તેના કારણે તેના શેરમાં ભારે ઘટાડો થયો હતો.આ કારણે અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો થયો હતો અને તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોપ 20માંથી બહાર થઈ ગયો હતો.આ વર્ષે તેની નેટવર્થમાં 53.8 બિલિયનનો ઘટાડો થયો છે.

ટોપ 10માં કોણ છે
દરમિયાન, મંગળવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થમાં 7.61 બિલિયન ડોલરનો વધારો થયો છે. મસ્કની કુલ સંપત્તિ હવે 228 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થ 90.8 બિલિયન ડોલર વધી છે. આ વર્ષે તે સૌથી વધુ કમાણી મામલે નંબર વન સ્થાન પર છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આ યાદીમાં 171 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. ફ્રાન્સના ઉદ્યોગપતિ બનડિર્ર્ આર્નોલ્ટ 167 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા સ્થાને છે.વિશ્વના અમીરોની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ (134 બિલિયન ડોલર) ચોથા, સ્ટીવ બાલ્મર (132 બિલિયન ડોલર) પાંચમા, લેરી એલિસન (131 બિલિયન ડોલર) છઠ્ઠા, લેરી પેજ (124 બિલિયન ડોલર) સાતમા, માર્ક ઝકરબર્ગ (123 બિલિયન ડોલર) ડોલર છે) આઠમા સ્થાને છે, વોરેન બફેટ (121 બિલિયન ડોલર) નવમા સ્થાને છે અને સેર્ગેઈ બ્રિન (117 બિલિયન ડોલર) દસમા સ્થાને છે. ટોપ 10ની યાદીમાં નવ અમેરિકાના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 89.5 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં 13મા નંબરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application