સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અદાણી ગ્રુપના શેર મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં ૮ ટકાનો ઘટાડો થયો હતો. આજના સેશનમાં સૌથી મોટો ઘટાડો અદાણી ગ્રીન એનજીર્ના શેરમાં જોવા મળ્યો હતો, જે ૭.૫૩ ટકા ઘટીને ૧૦૬૦ પિયા થયો હતો. ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોટર્સ પણ લગભગ ૫ ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
અદાણી ગ્રુપના શેરમાં વેચાવલીથી અદાણી ગ્રીન એનજીર્નેા શેર ૭.૫૩ ટકા ઘટીને ૧૦૬૦ પિય , અદાણી એન્ટરપ્રાઇઝનો શેર ૬.૮૨ ટકા ઘટીને ૨૦૯૦ પિયા, અદાણી પોટર્સના શેર ૫.૩૨ ટકા ઘટીને ૧૦૫૫ પિયા, અદાણી પાવર ૫.૨૭ ટકા ઘટીને ૪૫૧ પિયા પર, અદાણી ટોટલ ગેસ ૬.૧૨ ટકા ઘટીને ૫૬૫ પિયા પર, અદાણી વિલ્મર ૪.૮૬ ટકા ઘટીને ૨૮૦ પિયા પર, અંબુજા સિમેન્ટ ૦.૩૦ ટકા ઘટીને ૪૮૨ પિયા અને એસીસી ૦.૮૧ ટકા ઘટીને ૨૦૦૯ પિયા પર છે.
રેટિંગ એજન્સી એસ એન્ડ પી, અદાણી ગ્રૂપની કંપનીઓના આઉટલૂકની સમીક્ષા કરતી વખતે, બીબીબી– પર અદાણી પોટર્સ, અદાણી ગ્રીન એનર્જી આરજી૨ (એજીઈએલ આરજી૨), અદાણી ઈલેકટ્રીસિટી મુંબઈ લિમિટેડનું રેટિંગ જાળવી રાખ્યું છે પરંતુ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ચેરમેન ગૌતમ અદાણી અને અન્ય એકિઝકયુટિવ્સ સામે લાંચ લેવાના આરોપો બાદ જૂથના ફડં એકત્ર કરવાના પ્રયાસોને ફટકો પડી શકે છે અને ફંડિંગ કોસ્ટ પણ વધી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech