અદાણી ગ્રુપ પહોંચ્યું સેબીની શરણમાં: કંપની પર લાગેલા આરોપોના સેટલમેન્ટની કરી માગ

  • December 03, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અદાણી ગ્રૂપનો અમેરિકન આરોપોનો મામલો હજુ શાંત પડો નથી ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓએ સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી પાસે એ કેસમાં સેટલમેન્ટની માગણી કરી છે. જેમાં અદાણી ગ્રુપની ચાર લિસ્ટેડ કંપનીઓ પર પબ્લિક શેર હોલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. માહિતી અનુસાર, મોરેશિયસ સ્થિત એફપીઆઈ ઇમજિગ ઇન્ડિયા ફોકસ ફંડસ (ઈઆઈએફએફ), જે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી સાથે સંકળાયેલા હોવાનો સેબીનો આક્ષેપ છે, તેણે ગયા અઠવાડિયે ૨૮ લાખ રૂપિયાની સેટલમેન્ટ રકમનો પ્રસ્તાવ મૂકયો હતો.
ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેકટર વિનય પ્રકાશ અને અંબુજા સિમેન્ટસના ડિરેકટર અમીત દેસાઈએ સેટલમેન્ટ રકમ તરીકે ૩ લાખ રૂપિયાની ઓફર કરી છે. આ પતાવટની દરખાસ્ત નિયમનકારી સંસ્થા દ્રારા ૨૭ સપ્ટેમ્બરે જારી કરાયેલ કારણ બતાવો નોટિસના જવાબમાં આગળ મૂકવામાં આવી છે. સેટલમેન્ટ અરજી ન તો અપરાધ સ્વીકારે છે કે નકારે છે. અહેવાલ મુજબ, સંભવ છે કે અદાણી સાથે સંકળાયેલી તમામ કંપનીઓએ સેટલમેન્ટ માટે અરજી કરી હોય, કારણ કે કાનૂની વ્યૂહરચના જૂથ સ્તરે બનાવવામાં આવે છે.
આ મામલા સાથે સંકળાયેલા એક વ્યકિતના જણાવ્યા અનુસાર સેબીએ હજુ સુધી સેટલમેન્ટ અરજીઓ પર વિચાર કર્યેા નથી. આ ચાર સંસ્થાઓ ઉપરાંત, નિયમનકારે ગૌતમ અદાણી, તેમના ભાઈ વિનોદ, રાજેશ અને વસંત, ભત્રીજા પ્રણવ (વિનોદના પુત્ર) અને સાળા પ્રણવ વોરા સહિત ૨૬ અન્ય સંસ્થાઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે. ડેવલપમેન્ટની નજીકના અન્ય એક વ્યકિતએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગ્રુપ સાથે સંકળાયેલી સંસ્થાઓ આરોપો સામે લડી રહી છે અને સમાધાન અરજી માત્ર પ્રતિભાવ છે.
વ્યકિતએ કહ્યું કે સેટલમેન્ટ અરજી દાખલ કરવી એ કોઈપણ કોર્પેારેટ માટે સામાન્ય પ્રક્રિયા છે જેને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે અને જો તે ૬૦ દિવસની અંદર અરજી દાખલ ન કરે તો તે પતાવટનો તેનો અધિકાર ગુમાવે છે. અહેવાલમાં એક વ્યકિતના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓએ કારણ બતાવો નોટિસના અલગ જવાબો પણ દાખલ કર્યા છે.
ગૌતમ અદાણીના બાળપણના મિત્ર અને અદાણી વિલ્મરના ડિરેકટર મલય મહાદેવિયાને પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ સાથે જ અદાણી ગ્રીન એનજીર્ના એમડી વિનીત જૈન અને અદાણી ગ્રુપની ઘણી કંપનીઓના ઓડિટર ધર્મેશ પરીખ અને પ્રમોટર્સના પર્સનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ નોટિસ ફટકારવામાં આવી છે. સેબીની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણી, પ્રકાશ, દેસાઈ, મહાદેવિયા અને જૈન તેમજ અદાણી ગ્રૂપના નવ વધારાના ડિરેકટરો પર એવી કંપનીઓમાં ફરજિયાત પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોનું પાલન ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે કે જેના બોર્ડમાં તેઓ નોકરી કરે છે. આ મામલા સાથે જોડાયેલી કોઈપણ કંપનીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application