ધ કેરલ સ્ટોરીની એક્ટર અદા શર્માની કોન્ટેક્ટ ડિટેઇલ લીક થઇ

  • May 26, 2023 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • વિવાદી ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી કમાન્ડો 2 ફેમ એક્ટ્રેસ મુશ્કેલીમાં
  • અગાઉ સોશિયલ મીડિયા પર અદાને મારી નાંખવાની ધમકી મળી હતી


વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલ સ્ટોરીની એક્ટ્રેસ અદા શર્માને ફિલ્મ રિલીઝ થઇ ત્યારેથી જ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ તેને સોશિયલ મીડિયા પર મારી નાંખવાની ધમકી મળી હતી. તો હવે તેની કોન્ટેક્ટ ડીટેલ લિક થઈ ગઈ છે. પરિણામે તેને હેરાન થઇ રહી છે. આ ફિલ્મના ડાયરેક્ટર સુદિપ્તો સેનને પણ ધમકીઓ મળી હતી.


 દેશમાં ચાલી રહેલા ધાર્મિક ઉન્માદ અને વડાપ્રધાન પીએમ મોદી સહિત ભાજપના સમર્થનનને કારણે ધ કેરલ સ્ટોરી  ફિલ્મ અત્યાર સુધીમાં રૂપિયા 200 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મને લઈને ઘણા વિવાદો ઊભા થયા છે. અમુક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ પણ થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટે સુધી પણ પહોંચ્યો. તેમ છતાં આજે આ ફિલ્મ સફળ ફિલ્મોની યાદીમાં પહોંચી ચૂકી છે.
 
કમાન્ડો 2 ફેમ અદા શર્માએ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે. તેના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ઘણા લોકો હવે અદા શર્માને પસંદ કરવા લાગ્યા છે. જોકે, ધ કેરલ સ્ટોરી ફિલ્મ રિલીઝ થયા બાદ અદા શર્માને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 


ધ કેરલ સ્ટોરી રિલીઝ થયા પહેલાં જ ચર્ચાનો વિષય બની હતી. તેનું ટ્રેલર ઘણું વાઇરલ થયું હતું. વિવાદોના કારણે ફિલ્મ સાથે સંકળાયેલી ટીમના અમુક સભ્યો પર જોખમ ઉભો થયું હતું. આ દરમિયાન અદા શર્માના ફોન નંબર સહિતની કોન્ટેક્ટ ડીટેલ લિક થઈ ગઈ છે.


રિપોર્ટ મુજબ કોન્ટેક્ટ ડીટેલ લિક થઈ ગયા બાદ અદા શર્મા સામે ગંભીર સમસ્યાઓ આવી છે. jhamunda_bolte નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે તેનો નંબર લિક કર્યો હોવાનું માનવામાં આવે છે. તેણે અદાના નવા નંબર પણ લિક કરવાની ધમકી આપી છે. અત્યારે આ યુઝરનું આઇડી ડીએક્ટિવેટ હોવાનું જાણવા મળ્યું છે.



 અગાઉ આ ફિલ્મના ડિરેક્ટર સુદિપ્તો સેનને પણ ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં તેમણે ધમકીનો મેસેજ મળ્યો હોવાનું કહ્યું હતું. આ બાબતે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ધમકી આપનાર વ્યક્તિએ તેમને કહ્યું હતું કે, 'તમે આ સ્ટોરી બતાવીને સારું નથી કર્યું.
 
આ ફિલ્મ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આંકડા મુજબ, ફિલ્મે 200 કરોડ જેટલી કમાણી કરી છે. જોકે, હવે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો થયો છે. છતાં 20 દિવસ બાદ ફિલ્મે 3.20 કરોડનું કલેક્શન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application