એક્ટ્રેસ લૈલા ખાનના હત્યારા પિતા પરવેઝને ફાંસીની સજા

  • May 25, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટ્રેસ લૈલા ખાનના હત્યારા પિતા પરવેઝને ફાંસીની સજા

13 વર્ષ બાદ આવ્યો ચુકાદો,એક જ પરિવારના 6 લોકોને પતાવી દીધા હતાં


લૈલા ખાન મર્ડર કેસમાં 9મેના રોજ સેશન કોર્ટે પરવેઝ ટાકને દોષિત ઠેરવ્યો હતો અને સજાની જાહેરાત પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હકીકતમાં જોઈએ તો, પ્રોપર્ટીને લઈને થયેલા વિવાદ બાદ પરવેઝ ટાકે પોતાની સાવકી દીકરી લૈલા ખાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં કાતિલ પરવેઝે લૈલાની માતા સહિત 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના ફેબ્રુઆરી 2011ની છે.
એક્ટ્રેસ લૈલા ખાન મર્ડર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુંબઈની સેશન કોર્ટે દોષિત પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, 13 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં સજાની જાહેરાત કરી છે. પરવેઝ ટાક મૃતક લૈલા ખાનનો સાવકો પિતા છે. ફેબ્રુઆરી 2011માં મહારાષ્ટ્રના ઈગતપુરીમાં એક ફાર્મ હાઉસ પર પરવેઝ ટાકે લૈલા ખાન અને તેના પરિવારના પાંચ અન્ય લોકોની નિર્મમ હત્યા કરી હતી અને લાશને જમીનની અંદર દાંટી દીધી હતી. લૈલા ખાન મર્ડર કેસમાં 9મેના રોજ સેશન કોર્ટે પરવેઝ ટાકને દોષિત ઠેરવ્યો હતો અને સજાની જાહેરાત પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હકીકતમાં જોઈએ તો, પ્રોપર્ટીને લઈને થયેલા વિવાદ બાદ પરવેઝ ટાકે પોતાની સાવકી દીકરી લૈલા ખાનની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં કાતિલ પરવેઝે લૈલાની માતા સહિત 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના ફેબ્રુઆરી 2011ની છે.

શું છે સમગ્ર કેસ

આ મામલામાં સૌથી પહેલા વર્ષ 2011માં મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં 6 લોકોની મિસિંગ ફરિયાદ આવી હતી. આ મામલો ખૂબ જ લાંબા સમય સુધી ગૂંચવાયેલો રહ્યો. જોકે, પોલીસે ઈગતપુરીના ફાર્મ હાઉસથી જુલાઈ 2012માં 6 હાડપિંજર કાઢ્યા હતા. તે જ વર્ષે ઓક્ટોબર 2012માં લૈલા ખાન મર્ડર કેસમાં મુંબઈ પોલીસે પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલામાં બીજા આરોપી શકીર હુસૈન હજુ પણ ફરાર છે. તેને અત્યાર સુધી પોલીસ પકડી શકી નથી.

પહેલા અપહરણની સ્ટોરી ઘડી આ સમગ્ર મામલો 14 વર્ષ જુનો છે. દોષિતે લૈલા, તેની માતા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ લાશને ફાર્મ હાઉસમાં દાંટી દીધી હતી. બાદમાં પોલીસ પૂછપરછમાં આખી ઘટનાનો પર્દાફાશ થયો. લૈલાના પિતા નાદિર પટેલે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં કહ્યું હતું કે, ટાક અને તેની સાથી આસિફ શેખે કથિત રીતે લૈલા અને તેના પારિવારિક સભ્યોનું અપહરણ કરી લીધું છે.
લૈલા ખાન નાનપણથી એક્ટ્રેસ બનવા માગતી હતી લૈલા ખાનનું અસલી નામ રેશમા પટેલ હતું. તેનો જન્મ 1978માં પાકિસ્તાનમાં થયો હતો. તેની માતા સેલિના પટેલ હતી. તેણે ત્રણ લગ્ન કર્યા હતા. સેલિના પટેલના પ્રથમ લગ્ન નાદિર શાહ પટેલ સાથે થયા હતા. તેની દીકરી લૈલા ખાન હતી. લૈલા ખાન નાનપણથી એક્ટ્રેસ બનવા માગતી હતી. તેનું આ સપનું વર્ષ 2002માં પુરુ થયું. તેણે કન્નડ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. તેના 4 વર્ષ બાદ લૈલા ખાને 2008માં ફિલ્મ વફા એ ડેડલી લવ સ્ટોરીથી પોતાનું ડેબ્યૂ કર્યું.આ ફિલ્મમાં રાજેશ ખન્ના લીડ રોલમાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application