એક્ટર વિદ્યુતને રેલવે સ્ટેશન પર સ્ટંટ કરવા ભારે પડ્યો

  • February 12, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટર વિદ્યુતને  રેલવે સ્ટેશન પર સ્ટંટ કરવા ભારે પડ્યા


અભિનેતા પોલીસ સ્ટેશનમાં બેઠો હોવાની તસવીરો સામે આવતા અનેક ચર્ચા


દમદાર એક્શન અને ખતરનાક સ્ટંટના કારણે વિદ્યુત જામવાલે પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે, આગામી ફિલ્મ ક્રેકના પ્રમોશન સમયે અભિનેતા બાઇક સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા.વિદ્યુત જામવાલ આગામી ફિલ્મ ક્રેક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ફિલ્મ પ્રમોશન સમયે અભિનેતા બાઇક સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. આ સ્ટંટના કારણે પોલીસે વિદ્યુત જામવાલની અટકાયત કરવામાં આવી છે જો કે આ બાબતને સતાવાર પુષ્ટી મળતી નથી. 


વિદ્યુત જામવાલ તેની આગામી ફિલ્મ ક્રેક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં તેણે ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું હતું. એ સમયે તેઓ બાઇક સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે આ સ્ટંટે વિદ્યુત જામવાલને ભારે પડ્યો છે.  


પોતાના દમદાર એક્શન અને ખતરનાક સ્ટંટના કારણે વિદ્યુત જામવાલએ ઓછા સમયમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. એમની આવનારી ફિલ્મ ક્રેકના પ્રમોશન માટે અભિનેતાએ સ્ટંટ કર્યો હતો અને હવે આ ખતરનાક સ્ટંટના કારણે એક્ટર પોલીસ કસ્ટડીમાં જવું પડ્યું હતું.  


હાલ વિદ્યુત જામવાલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પોલીસ સ્ટેશનમાં બેઠો જોવા મળી રહ્યો છે. બાઇક પર સ્ટંટ કરવાને કારણે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર અનુસાર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફની બાંદ્રા ઓફિસમાં જામવાલની એક તસવીર સામે આવી છે જેમાં તે પોલીસ સ્ટેશનમાં બેઠો જોવા મળી રહ્યો છે. જે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલું છે. જોખમી સ્ટંટ કરવા બદલ અભિનેતાની અટકાયત કરવામાં આવી હતી. જો કે આ આરોપની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application