જંગલની બોર્ડર પર લોખંડના વાયર બાંધી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોર્ટ મુકતા માલધારી સામે થઇ કાર્યવાહી

  • September 26, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ગોરસરના નેશમાં જંગલની બોર્ડર પર લોખંડના વાયર બાંધી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોર્ટ મુકતા માલધારી સામે  કાર્યવાહી થઇ છે.
રાણાવાવ રેન્જના કોસ્ટલ અનામત જંગલની બોર્ડર પરથી વીજ શોટનો ગુન્હો શોધી વન વિભાગ, પોલીસ વિભાગ તથા પી.જી.વી.સી.એલ વિભાગના સ્ટાફે શોધ્યો છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક  લોકેશ ભારદ્રાજ તથા  એમ.બી.મણિયાર રે.ફો.ઓ. નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વન વિભાગ, પોલીસ વિભાગ તથા પી.જી.વી.સી.એલ. વિભાગનો સ્ટાફ માધવપુર રાઉન્ડના કોસ્ટલ અનામત જંગલ વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાણાવાવ રેન્જની માધવપુર રાઉન્ડની પાતા બીટના અનામત જંગલ વિસ્તારની બોર્ડર પર ગોરસર નેશની પાછળના ભાગમાં માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમા વિજપ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવામાં આવ્યો હતો. આ અંગેનો ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઇ મુજબ માધવપુર રાઉન્ડનો ગુનો નોંધી અને ગુના અન્વયે આ ગુનો કરનાર લાખા મેસુર સિંધલ રે. ગોરસર નેશ વાળા પાસેથી રકમ ‚ા. ૧૫,૦૦૦ પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application