જાહેરનામું બહાર પાડયાના બીજા જ દિવસે આજીડેમમાં ન્હાવા પડેલા 7 સામે કાર્યવાહી

  • July 22, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભયજનક જળાશય, તળાવ અને નહેર વગેરેમાં નહીં પ્રવેશવા અને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું શનીવારે પોલીસ કમિશનરે બહાર પાડયું હતું.જેના બીજા જ દિવસે આજી ડેમમાં ન્હાવા પડેલા સાત શખસોને પોલીસે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના જુદા-જુદા જળાશય, તળાવ, નહેર અને પાણીના ખાડામાં ન્હાવા જતા દર વર્ષે અનેક લોકોના ડૂબી જતા હોવાની ઘટના બને છે.ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે શહેર પોલીસ કમિશનરે શનીવારે જાહેરનામું બહાર પાડયું હતું. જેના પગલે આજી ડેમ પોલીસે આજી ડેમ વિસ્તારમાં જુદી-જુદી ટીમો તહેનાત કરી હતી. જેના દ્વારા ઊંડા પાણીમાં ન્હાવા પડેલા સાત શખ્સોને ઝડપી લઈ તમામ સામે જાહેરનામા ભંગના ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
જેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં પ્રવિણ વિજય ચાવડા (ઉ.વ.40, રહે. કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાટર), અલ્પેશ હેમંત બારૈયા (ઉ.વ.25 , રહે. માંડાડુંગર), ભાવેશ પ્રતાપ ચૌહાણ (ઉ.વ.25), ધર્મેશ દલસુખ યાદવ (ઉ.વ.33), વિજય દેવજી ચાવડા (ઉ.વ.30) (રહે. ત્રણેય કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાટર), રાકેશ ટીડાભાઈ વાઘેલા (ઉ.વ.35, રહે. પરમેશ્વર શેરી નં.2) અને મુકેશ કાંતીભાઈ વાઘેલા (ઉ.વ.29, રહે. શીતળાધાર શેરી નં.3)નો સમાવેશ થાય છે.આ કામગીરી આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ પરમાર તથા ટીમે કરી હતી. સાથોસાથ પોલીસે ઊંડા જળાશયો સહિતના ભયજનક સ્થળોએ પ્રવેશી પોતાના જીવ જોખમમાં નહીં મુકવા અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News