અનિલ અંબાણીની કંપની સામે કાર્યવાહી રિલાયન્સ પાવર પર 3 વર્ષનો પ્રતિબંધ

  • November 08, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોલાર એનજીર્ કોર્પ ઓફ ઈન્ડિયા (એસઈસીઆઈ) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપ્ની રિલાયન્સ પાવર લિમિટેડ અને તેની સહાયક કંપ્નીઓને ત્રણ વર્ષ માટે કોઈપણ ભાવિ ટેન્ડર માટે બિડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
એસઈસીઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે અનિલ અંબાણીની કંપ્નીઓએ ટેન્ડર માટે નકલી બેંક ગેરંટી રજૂ કરી હતી. એસઈસીઆઈએ ગઈકાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બિડિંગના છેલ્લા રાઉન્ડમાં કંપ્ની દ્વારા નકલી બેંક ગેરંટી આપવામાં આવી હતી, જેના પછી આ કંપ્નીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવી અને પુન:પ્રાપ્ય ઉર્જા મંત્રાલયના એકમ એસઈસીઆઈએ પણ બેંક ગેરંટીમાં ગેરરીતિઓ શોધી કાઢ્યા બાદ રિલાયન્સ પાવરની પેટાકંપ્ની દ્વારા બિડિંગનો છેલ્લો રાઉન્ડ રદ કર્યો છે.
એસઈસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ જણાવે છે કે બિડર મહારાષ્ટ્ર એનજીર્ જનરેશન લિમિટેડ, હવે રિલાયન્સ એનયુ બીઈએસએસ લિમિટેડ દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી અને તેના આધારે જાણવા મળ્યું હતું કે ટેન્ડર માટે જરૂરી બેંક ગેરંટી પૂરી કરવામાં આવી ન હતી , તે નકલી છે. આ અનિયમિતતા ઈ-રિવર્સ ઓક્શન પછી જોવા મળી હતી, તેથી એસઈસીઆઈએ ટેન્ડર પ્રક્રિયા પણ રદ કરવી પડી હતી.
એસઈસીઆઈ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ બાદ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે બિડર કંપ્ની દ્વારા લેવામાં આવેલા તમામ વ્યાપારી અને વ્યૂહાત્મક નિર્ણયો પેરેન્ટ કંપ્ની દ્વારા લેવામાં આવ્યા હતા. આ આધારે રિલાયન્સ એનયુ બીઈએસએસ અને રિલાયન્સ પાવર લિમિટેડ (તેની પેટાકંપ્નીઓ સહિત)ને ભવિષ્યના તમામ ટેન્ડરોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 3 વર્ષ સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News