આયુષ ઓક સસ્પેન્ડ: ત્રણ વર્ષમાં ૧૦ ભ્રષ્ટ્ર આઈએએસ સામે પગલા

  • June 11, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજયના સનદી સેવામા જોડાતા અધિકારીઓ તેમના સેવા કાર્યકાળ દરમિયાન પ્રજાહિત અને રાષ્ટ્ર્રહિત વિદ્ધની પ્રવૃત્તિ કરે તો તેમની સામે આકરા પગલાં લેવાની જોગવાઈ છે આવી પ્રવૃત્તિથી તેઓ દૂર રહેશે તેવું સરકારી સેવામાં જોડાતી વખતે સોગંદનામું રજૂ કરે છે પરંતુ સમય અને સત્તાનો દુરઉપયોગ કરે છે ત્યારે રાય સરકાર દ્રારા તેમની સામે કાયદાકીય રાહે પગલાં લેવાય છે રાયમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ત્રણ સનદી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં તત્કાલીન જિલ્લા કલેકટર સુરેન્દ્રનગર કે રાજેશ અને આણદં કલેકટર દિલીપ ગઢવી અને હવે તત્કાલીન સુરત કલેકટર અને હાલના વલસાડ કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત રાયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા કરવામ  આવેલા આદેશમાં સરકારી તિજોરીને મોટું નુકસાન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરીને આ સસ્પેન્શન આપવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ્ર જણાવાયું છે આ અધિકારી સામે એસીએસ કક્ષાના અધિકારીઓની ઇન્કવાયરી મૂકવાનો નિર્ણય રાય સરકારે કરી દીધો છે જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.


અંદાજે ૨૦૦૦ કરોડ પિયાના ડુમસ જમીન કૌભાંડમાં સરકારે મોટી કાર્યવાહી કરી છે અને હાલમાં વલસાડના કલેકટર રહેલા આયુષ ઓકને સસ્પેન્ડ કરી નાખ્યાં છે. જે તે સમયે સુરત કલેકટરની જવાબદારી વખતે આયુષ ઓકે કૌભાંડ કયુ હોવાના આરોપ લાગ્યા બાદ સરકારે આ કાર્યવાહી કરી છે.આયુષ ઓકની જગ્યાએ અનસુયા આર.ઝાને વલસાડ કલેકટરની જવાબદારી સોંપવામાં આવી છે, સુરતની કરોડો પિયાની જમીનના કૌભાંડ મામલે કોંગ્રેસે અનેક રજૂઆતો કરી હતી અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો.


રાજયના સામાન્ય વહીવટી વિભાગના ઉપ સચિવ જૈમીન શાહની સહીથી પ્રસિદ્ધ થયેલ સસ્પેન્શન ઓર્ડરમાં લખાયો છે કે આયુષ સંજીવ ઓક તત્કાલીન સુરત કલેકટર રહેલા તેણે મહેસુલી કાર્યવાહીમાં રાયની તિજોરીને મોટું નુકસાન પહોંચાડું છે આ ગંભીર બેદરકારી સબધં આયુષ ઓકને વલસાડ કલેકટર તરીકે હટાવી ઓલ ઇન્ડિયા સર્વિસ ડિસિપ્લિન એન્ડ અપીલ લ્સ ૧૯૬૯ના નિયમ ૪ (૧)એ હેઠળ સસ્પેન્શન હેઠળ પાટણ જિલ્લા ખાતે મૂકવામાં આવે છે રાયના સામાન્ય વહીવટી વિભાગ દ્રારા તાત્કાલિક બીજો ઓર્ડર કરીને વલસાડના નિવાસી કલેકટર અનસુયાબેન જહાને કલેકટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.


સુરતની ડુમ્મસની જમીનમાં ખોટી રીતે ગણોતિયા તરીકે દાખલ થયેલા વ્યકિતના નામના હત્પકમ કર્યા હતા અને જેની જાણ લોકસભાની ચૂંટણીની આચાર સંહિત  દરમિયાન થતા સરકારે ખાસ સચિવ મહેસુલ વિભાગ એસ એસ આર ડીમાં અપીલ કરી મનાઈ હત્પકમ મેળવ્યો હતો. આચારસંહિતા પછીના પહેલા જ સાહે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે અધિક મુખ્ય સચિવ કક્ષાએ તપાસ સોંપીને તેને ચાર્જશીટ આપવામાં આવશે.


અહીં નોંધવું જરી છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૦ જેટલા આઈએસ ઓફિસર સામે કેન્દ્ર સરકારમાં ફરિયાદ થઈ છે જેમાં સુરેન્દ્રનગરમાં જમીન અને હથિયાર લાયસન્સ કોભાંડ જુલાઈ ૨૦૨૨માં સુસસ્પેન્ડ કરાયેલા કે રાજેશ ૨૦૧૧ની બેચના આઈએસ છે તેમના જ બેચમેટ આયુષ ઓક સાથે ત્રણ આઈએસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે નૈતિક અધપતનના આરોપસર પ્રમોટી દિલિપ એસ ગઢવીનો પણ સમાવેશ થાય છે આવા જ કિસ્સામાં સસ્પેન્શનના બે વર્ષ પછી ગૌરવ દહીયાને સેવામાં પુન:સ્થાપિત કરી દેવાયા છે. આ સિવાય ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ કૃષિ વ્યવસાય નીતિ આઇએફએસ કૌભાંડ હેઠળ કે એસ રંધાવા આઇએફએસને ચાર્જશીટ આપવામાં આવી છે આ સિવાય આઈએએસ મહેશ સિંઘને વયવૃતિના દિવસે જ ચાર્જશીટ આપવાની છે.


હવે રાજકોટ અિકાંડ પર સૌની નજર છે આવતા દિવસોમાં રાજકોટ અિકાંડ માટે બેજવાબદાર આઈએસ આઈપીએસ સામે મોટી કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેત સચિવાલય વર્તુળ માંથી મળી રહ્યા છે આયુષ ઓક પછી વધુ અધિકારીઓ પર તવાય આવે તે વાત નક્કી છે

મહેશ જાનીની રિજિયોનલ મ્યુનિ. કમિશનર રાજકોટ તરીકે બદલી
રાયમાં ફરી એકવાર આઈએએસ અધિકારીઓની બદલીનો પવન ફંકાયો છે. જેમાં, રિધ્ધેશ રાવલની અમદાવાદ મહાનગરપાલિકામાં ડે.કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો, સાથે એ.કે.ઓરંગાબાદકરની અમદાવાદ ડે.કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો, જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડે. મનપા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ, બી.સી.પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાંથી બદલી કરવામાં આવી છે. વધુમાં, બી.સી.પરમારની અમદાવાદ મનપા ઓએસડી તરીકે બદલી કરવામાં આવી છે અને મહેશ જાનીને રિજિયોનલ મ્યુનિ.કમિશનર રાજકોટ તરીકે બદલી કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application