જામનગરમાં રણજીત સાગર શેડ ઉપર રહેતા મનિષાબેન મુકેશકુમાર લખલાણીએ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ કે તેણીના લગ્ન જબલપુર , મધ્યપ્રદેશ મુકામે મુકેશકુમાર લખલાણી સાથે ૧૯૯૮ માં થયેલા લગ્ન બાદ તેણી સાસરે ગયેલ જયાં તેણીને બે બાળકો થયેલ બાદ સાસરા પક્ષના સભ્યો પતિ મુકેશભાઇ , જેઠ હરિશભાઈ તથા જેઠાણી વિગેરે છ લોકોએ તેણીને અલગ અલગ પ્રકારે દુઃખ ત્રાસ આપી દહેજની માંગણી કરી મારકુટ કરી કાઢી મુકેલ હોય તથા તેણી બાળકો સાથે જામનગર આવ્યા બાદ પતિ તથા દેર જામનગર આવી ધાક - ધમકી આપતા હોય તથા બાળકોને લઈ જવા પ્રયત્નો કરતા હોય જે ફરીયાદ અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તમામ સાસરા પક્ષના સભ્યો વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ -૪૯૮ ( એ ) , ૪૦૬ , ૪૨૦ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ફરીયાદ નોંધી તમામ આરોપીની ધરપકડ કરી તે કલમ મુજબની ચાર્જશીટ જામનગર કોર્ટમાં દાખલ કરેલ જે કેસ જામનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદી તથા તેના પિયર પક્ષના સભ્યોની કોર્ટ સમક્ષ નોંધાવેલ સોગંદ ઉપરની જુબાની તેની ફરીયાદ તથા નિવેદનોથી વિરોધાભાસ જણાતો હોય તથા ફરીયાદ શંકાસ્પદ હોય આરોપી તરફે તે તમામ પુરાવાઓ યોગ્ય મુલ્યાંકન કરી તથા તેના દલીલના સમર્થનમાં ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના સાઇટેશનો ટાંકી દલીલ કરતા નામ . એ.ડી. ચીફ જયુડી . મેજી . એસ.એમ.ક્રિસ્ટીએ સાસરા પક્ષના તમામ સભ્યોને નિર્દોષ છુટકારો ફરમાવેલ છે . આરોપીઓના વકીલ તરફે વકીલ અશોક એસ . ગાંધી હાજર રહ્યા હતા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech