ચેક રીટર્ન કેશમાં કોન્ટ્રાકટરનો નિર્દોષ છુટકારો

  • August 14, 2024 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેક રીટર્ન કેશમાં કોન્ટ્રાકટરનો નિર્દોષ છુટકારો

​​​​​​​
જી.એન. એન્ટરપ્રાઇઝ નામથી કોન્ટ્રાકટનું કામ મરતા ગની આમદ કાનાણીએ કુદરત એન્ટરપ્રાઇઝના સુરેશભાઇ કરશનભાઇ માતંગને રોડ બનાવવા અંગેનું કામ આપેલ આ કામ પેટે ફરીયાદી સુરેશભાઇને રૂ ૨.૧૦.૬૨૫ લેવાના થતા હતરા જે સબંધે બની આમદ કાનાણીએ ચેક આપેલ જે ચેક વગર વસુલાતે પરત ફરતા ફરીયાદીએ જામનગરની અદાલતમાં ચેક રીટર્ન અંગેનો કેશ કરેલ જે કેશમાં આરોપી દ્વારા કોર્ટમાં હાજર થઇ અને કુદરત એન્ટરપ્રાઇઝને કરેલ કામ સબંધે કોઇ રકમ ચુકવવાની બાકી રહેતી નથી તે સબંધેના આધાર પુરાવાઓ રજુ કરેલ કેશ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે ફરીયાદીની ઉલટ તથા રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા તથા તેમના વકીલની ધારદાર દલીલના કારણે જામનગરના ૭માં એડી.ચી. જયુડી. આર.બી. ગોસાઇએ આરોપી ગની આમદ કાનાણીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ ક્રિપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ, નાસીરખાન લોહાની રોકાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application