શહેરના દાણાપીઠમાં નવાબ મસ્જિદમાં આવેલી દુકાનમાં જુના ભાડુઆતનો સામાન બહાર કાઢી કાયદો હાથમાં લેવાના પ્રકરણમાં મસ્જિદના ટ્રસ્ટી સહિત પોલીસે નવ શખસો સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી આઠ આરોપીને ઝડપી લઇ તેઓને જેલહવાલે કર્યા છે. યારે એક આરોપીને તાજેતરમાં અકસ્માત થયો હોય જેથી હજુ તેની ધરપકડ કરવામાં આવી નથી.
જાણવા મળતી વિગતો મુજબ,દાણાપીઠ મેઇન રોડ પર નવાબ મસ્જિદ બાજુમાં મંડપ સર્વિસ ચલાવતા અને કિરણ સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ કલ્યાણભાઈ કોટેચા નામના વૃદ્ધ વેપારીએ તારીખ ૩૧ ના મંગળવારે તેની દુકાન સામે ભત્રીજાની દુકાને હતા ત્યારે કેટલાક શખસોએ તેમની દુકાન તથા બાજુમાં આવેલી દુકાનમાંથી સામાન બહાર કાઢતા હોય જેથી આ બાબતે પૂછતા ફાક મુસાણી નામના શખસે કહ્યું હતું કે હત્પં નવાબ મસ્જિદનો ટ્રસ્ટી છું તમારી દુકાન જુના ભાડાથી આપી છે તેને ખાલી કરવાનો હત્પકમ કર્યેા છે. આ બાબતે ભારે ઉહાપોહ થયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેપારીની ફરિયાદ પરથી નવ શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ આર.જી. બારોટની રાહબરી હેઠળ પીએસઆઇ બી.એચ. પરમાર તથા કે.એમ. વડનગરાની રાહબરી હેઠળ પોલીસે આરોપીઓ મસ્જિદના ટ્રસ્ટી ફાક ઈબ્રાહીમભાઇ મુસાણી, ઝાકીર હબીબભાઈ મુસાણી, ગફાર સતારભાઈ અલાણી, ઇરફાન અબ્દુલભાઈ સોલંકી, ફરીદ તૈયબભાઈ શિકાર, યુનુસ હાજીભાઈ મુસાણી, અમીન મહેબુબભાઇ ચૌહાણ, ઈકબાલ કમાલભાઈ સેતા સહિત આઠની ધરપકડ કરી હતી. યારે અન્ય આરોપી સરફરાઝ મોહમ્મદભાઈ શેખને તાજેતરમાં અકસ્માત થયો હોય જેથી તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે ઝડપાયેલા આ આઠેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલહવાલે કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech