શાળામાં વિદ્યાર્થીઓની નાણાની આર્થિક ઉચાપત કરનારા આરોપી વિવાદસ્પદ વ્યક્તિ જયંત પંડયાએ સત્યનારાયણ ભગવાનની ચાલુ કથા કાર્યક્રમ બંધ કરાવતા બ્રહ્મસમાજમાં રોષ ભભુકયો છે. બ્રહ્મસમાજ અગ્રણી હેમાંગ મહિપતરામ રાવલે બ્રહ્મસમાજ તથા અન્ય સમાજ, સામાજિક સંસ્થાઓને સાથે રાખી જયંત પંડયા સામે કાયદાકીય કાર્યવાહી કરાશેનો હુંકાર કર્યો છે.
વિજ્ઞાન જાથાના નામે જયંત પંડયા દ્વારા સનાતન ધર્મમાં વિધિ વિધાનોનો વિરોધ કરીને સનાતન ધર્મોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવતી હોવાનો શ્રી સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગોનાઇઝેશનના ચેરમેન હેમાંગ મહિપતરામ રાવલે આક્રોશ વ્યકત કર્યો છે. રાવલે વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું કે જયંત પંડયા નાણાકીય ઉચાપત કેસમાં સાત વર્ષની સજા પામેલો આરોપી છે.
પંડયા તથા તેની સંસ્થા દ્વારા પારડી ખાતે સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવવામાં આવી તે ખુબ જ દુ:ખદ ઘટના છે. જયંત પંડયાએ ફોનમાં હું શાંતિથી વાત કં છું ત્યાં સુધી સા છે કહી ગર્ભિત ચિમકી આપી હોવાનો પણ રોષ રાવલે દશર્વ્યિો છે.
વધુમાં કહ્યું કે આપણા દેશના બંધારણમાં પણ દેશના નાગરિકોને પોતાનો ધર્મ અને આસ્થા માનવાની છૂટ આપેલી છે.
અંધશ્રધ્ધાનો વિરોધ હોય પરંતુ સત્યનારાયણની કથા બંધ કારવી તે બ્રહ્મસમાજ તથા હિંદુ ધર્મનું અપમાન કર્યું છે. જયંતને આવનારા દિવસોમાં કાયદાકીય કાર્યવાહી સાથે લડત અપાશે. અગાઉ પણ જયંત અનેક વખત વિવાદોમાં આવી ચૂકયો છે.
વડાપ્રધાન, મુખ્ય પ્રધાન પૂજા વિધિથી કાર્યો શ કરે છે -ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ
પીજીવીસીએલ રાજકોટ રૂરલ સર્કલ હેઠળના પારડી સબ ડિવિઝનમાં કરવામાં આવેલ સત્યનારાયણ ભગવાનની કથાને ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ ખૂબ જ યોગ્ય ગણાવી અને વિજ્ઞાન જાથા દ્વારા તેમાં પાડવામાં આવેલા વિક્ષેપ બદલ ન્યાયિક કાર્યવાહી કરવા મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શમર્નિે લેખિત રજૂઆત કરી છે.
ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના જીબીઆના કાર્યકારી અધ્યક્ષ બી એમ શાહ અને સેક્રેટરી જનરલ હરેશ જી. વઘાસિયા, એજીવીકેએસના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ એસ. પટેલ જણાવ્યું છે કે વડાપ્રધાન કે મુખ્યપ્રધાન સહિતના પદાધિકારીઓ દ્વારા પણ રામ મંદિરની પ્રતિષ્ઠા સહિતના વિવિધ પ્રસંગોએ પુજા-અર્ચના કરેલ સરકારમાં શપથ લઈને કાર્યભાર સંભાળવામાં આવે છે,
તેમજ કાયર્લિયમાં કાર્યભાર સંભાળે તે સમયે આ પ્રકારની પૂજા કે ધાર્મિક આયોજન રાખવામાં આવતા હોય છે. ત્યારે પીજીવીસીએલની સબ ડિવિઝન કચેરીમાં સત્યનારાયણ કથામાં વિક્ષેપ પાડનાર વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે ન્યાયિક કાર્યવાહી કરવા એમડી પ્રીતિ શમર્નિે રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech