જામનગરના નકલી બિલિંગ કૌભાંડમાં આરોપી જેલ હવાલે

  • December 20, 2023 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬૭.૭૨ કરોડના બોગસ બિલ અને સ્ટોકનો મેળ ખાતો નથી

સેન્ટ્રલ જી એસ ટી વિભાગ અમદાવાદ ઝોનનાં રાજકોટ કમિશનરેટનાં અધિકારી ની ટુકડી દ્વારા  જામનગરમા એક બ્રાસ પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. અને રૂ.૬૭.૭૨ કરોડ નું બોગસ બિલિંગ અને સ્ટોક મેળ નહિ ખાતા પેઢીનાં સંચાલક ની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવા મા આવયા હતા.
જામનગર નાં જીઆઇડીસી ફેઝ -૨ માં આવેલ એન એસ ઈમ્પેક્ષ નામની પેઢીમા રાજકોટથી સીજીએસટી વિભાગની ટીમ દ્વારા પૂર્વ બાતમીનાં આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ચેકીંગ કામગીરી દરમિયાન બિગસ બિલિંગ અને સ્ટોક મિસ્મેચ જણાતાં આશરે રૂ.૬૭.૭૨ કરોડનું કૌભાંડ ઝડપાયું હતું. ઉપરાંત પાંચ કરોડની સીજીએસટીની ચોરી પણ ખુલવા પામી હતી.
આથી પેઢી નાં સંચાલક પરાગ નાથાલાલ હરિયા સામે નિયમોનુસાર કામગીરી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.અને આરોપીને કોર્ટ મા રજૂ કરવામાં આવતાં તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવા અદાલતે આદેશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application