જીલ્લા સરકારી વકીલની દલીલો અને પોલીસનું સોગંદનામુ ઘ્યાને લઇ કોર્ટનો હુકમ
જામનગરના ક્રેડીટ બુલ્સ કંપનીના કરોડોના ચિટીંગ પ્રકરણમાં એક આરોપીએ દાખલ કરેલી રેગ્યુલર જામીન અરજી જામનગરની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક કોર્ટે નામંજુર કરી છે.
જામનગરના પી.એન. માર્ગ પર આવેલી ક્રેડીટ બુલ્સ કંપનીના સીઇઓ સહિતનાઓએ રોકાણકારોને અલગ અલગ સ્કીમ સમજાવી તેમા રોકાણ કરવા ઉંચા વળતરની લાલચ આપી હતી, દરમ્યાન રોકાણકારો ત્યારબાદ લાખોની રકમ પરત નહીં મળતા રોકાણકારોમાં દેકારો બોલ્યો હતો અને આખરે આ મામલે ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે તપાસમાં ફરીયાદી સહિત 57 રોકાણકારોની કુલ 11.07 કરોડ જેવી રકમની છેતરપીંડી થયાનું સામે આવ્યુ હતું, આ ફરીયાદના આધારે પોલીસે એક આરોપી પંકજ વડગામાની અટકાયત કરી જરી કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યો હતો.
પંકજ વડગામાં દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જે જામીન અરજી કોર્ટમાં ચાલવા પર આવતા જીલ્લા સરકારી વકીલ જે. કે. ભંડેરી દ્વારા એવી રજુઆતો કરવામાં આવી હતી કે, આ કામે અન્ય આરોપીઓ પકડવાના બાક હોય, આરોપીઓ દ્વારા ઇમેલ મારફત કંપની વળતર નહીં ચુકવે તેવુ જણાવેલ છે, હાલના અજરદાર આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો ગુનાના અગત્યના સાહેદોને જે જામનગરના નાગરીકો છે, તેમને લોભ લાલચ કે ધમકી આપી પુરાવા ફોડવા કોશીષ કરશે તેવી દહેશત રહેલી છે.
ડીમેટ એકાઉન્ટની ડીટેલ્સ અને એકાઉન્ટનો ઉપયોગ કરીને મુદામાલ સગેવગે કર શકે છે, બહોળા પ્રમાણમાં નાગરીકોને અસર કરતો ગંભીર પ્રકારનો આર્થીક ગુનો છે, ક્રેડીટ બુલ્સની રાજકોટ તથા મુંબઇ ખાતે પણ બ્રાન્ચ આવેલ હોય આમ આરોપીઓ દ્વારા ગુજરાત બહારના લોકો સાથે પણ આર્થીક ગુનો કરેલ હોવાનું જણાઇ આવતુ હોય જેથી જામીન નામંજુર કરવા જોઇએ, આ ઉપરાંત પણ ધારદાર રજુઆતો કરવામાં આવી હતી તેમજ પોલીસ અધિકારીનું સોગંદનામું વિગેરે ઘ્યાને લઇ જામનગરની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક કોર્ટ દ્વારા આરોપી પંકજ વડગામાના રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech