દ્વારકામાં ૯ વર્ષ પહેલાં થયેલાં ખૂન કેસમાં આરોપીને ૧૦ વર્ષની જેલ: ૧૦ હજારનો દંડ

  • February 17, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ૯ વર્ષ પહેલાં થયેલાં ખૂન કેસમાં દ્વારકા સેસન્સ કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા ‚ા.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી દિપકકુમાર જગજીવનભાઈ માધુ ટ્રાવેલ્સ બસ નં. જી,જે, ૦૧ બી.વી. ૮૫ માં ક્લીનરમાં હોય અને આ કામે મરણજનાર ડ્રાઈવર ચનાભાઈ ટપુભાઈ બાંભણીયા હોય તેમજ આ બસમાં તેમજ ટ્રાવેલ્સ બસ નં, જી,જે, ૦૧ બી.વી. ૮૬ માં આરોપી ક્લીનર દીનેશભાઈ સ/ઓ અમુભાઈ ઉર્ફે માલાભાઈ મેધજીભાઈ ચાવડા તથા અસ્લમભાઈ તોસીફભાઈ ધાનાણી ડ્રાઈવર હોય અને પીપરેજ ગામની મહર્ષી અત્રી સ્કુલના વિધાર્થીઓને લઈને દ્વારકા ખાતે દર્શન કરવા અને પ્રવાસમાં આવેલ હોય અને દ્વારકા ખાતે પટેલ સમાજવાડી પાસે બહાર પાર્ક કરવામાં આવેલ તે વખતે આ કામના આરોપીએ ટ્રાવેલ્સ બસ નં. જી.જે. ૦૧ બી.વી. ૮૫ ના ડ્રાઈવર મરણજનાર ચનાભાઈ ટપુભાઈ બાંભણીયા સાથે ટ્રાવેલ્સ બસ પાર્ક કરવા બાબતે બોલાચાલી થતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને પોતાની ટ્રાવેલ્સ બસમાં જઈ લાકડી લઈ આવી મરણજનાર ચનાભાઈ ટપુભાઈ બાંભણીયાને લાકડીના આડેધડ જીવલેણ ધાઓ મારી અને મારામારી કરી ગંભીર જીવલેણ ઈજાઓ કરી ખુન કરેલ અને હત્યા નીપજાવેલ અને ગુન્હો કરેલ જેથી દ્વારકા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૨,૨૦૧, તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્હો નોંધાય જતા અને આરોપી સામે પુરતો પુરાવો હોય પી.આઈ. શ્રી આર.ટી. ચુનરાનાઓએ ચાર્જશીટ કરેલ અને આ કેસ દ્વારકાની મે. એડી. સેસન્સ કોર્ટમાં ચાલી જતા આ કામે પ્રોસીક્યુશન તરફથી ૧૬ સાહેદોને તપાસવામાં આવેલા અને આ કામે ફરીયાદીની જુબાની અને મેડીકલ ઓફીસરની જુબાની તેમજ એફ.એસ.એલ. કચેરીના મુદામાલ પૃથકકરણ અહેવાલ અન્વયે મદદનીશ જીલ્લા સરકારી વકીલ એ.એચ. વ્યાસની દલીલો ધ્યાને લઈ દ્વારકાના મે. એડી. સેસન્સ કોર્ટના જજ શ્રી કે.જે. મોદી સાહેબે આરોપીને તકસીરવાન ઠેરાવી આઈ.પી.સી. કલમ  ૩૦૪ પાર્ટ - ૨ ના ગુન્હામાં તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની  ૨ સજા અને રૂ.૫,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખત કેદની સજા તથા આઈ.પી.સી. કલમ - ૨૦૧ ના ગુન્હામાં તકસીરવાન ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૪ માસની સખત કેદની સજાનો એડી. સેસન્સ કોર્ટ, દ્વારકાએ હુકમ કરેલ છે.
***
જામનગરમાં ચેક રીટર્ન કેસમાં વેપારીને બે વર્ષની સજા
જામનગરના એક વેપારીને પોતાની ધંધામા  જરૃરિયાત માટે રૂ. બે લાખ ઉછીના લિધા હતા અને તેની પરત ચુકવણી માટે  આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યો હતો. તેની ફરિયાદ થયા પછી અદાલતે આરોપી વેપારીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે.
જામનગરમાં સીઝોન સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રા.લિ. નામની પેઢી ચલાવતા નીખિલ ભરતભાઈ ગોંદીયા ને પોતાના વ્યવસાય માટે આર્થિક જરૃરિયાત ઉભી થતાં તેઓએ જયસુખગીરી ગોસ્વામી પાસેથી રૃા.૨ લાખ હાથઉછીના મેળવી પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાં રજૂ કરાતા એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફર્યો હતો. તેથી  જયસુખગીરીએ કોર્ટમાં નીખિલ ગોંદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપીએ કોઈ રકમ લેવામાં આવી નથી, મિત્રતાનો સંબંધ નથી પરંતુ જયસુખગીરીના ભાઈ અને નીખિલ વચ્ચે વ્યાપારી વ્યવહાર હતો અને તેમાં ચેકનો દૂરઉપયોગ કરાયો છે, તેમના ભાઈ સીએ છે. અને આરોપીના ધંધામાં ભાગીદાર પણ હતા તેવી દલીલ કરી હતી.
તે દલીલ સામે ફરિયાદ પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી નીખિલ ભરતભાઈ ગોંદીયા ને તક્સીરવાન ઠરાવી બે વર્ષ ની કેદ ની સજા તથા ચેક ની રકમ મુજબ નો દંડ ફટકાર્યો છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News