ફરીયાદી કેસ સાબિત કરવામાં નિષ્ફળ : 2003માં દેના બેન્કના મેનેજરે કરેલ હતી ફરીયાદ
આ કામના ફરીયાદી સતીષકુમાર શ્રીનીવાસમુર્તિ જામનગર દેનાબેંકના મેનેજરએ એવી ફરીયાદ નોંધાવેલ હતી કે તા.4-11-2003ના બપોરના બારથી એક વાગ્યાના અરસામાં તેઓ બેન્કમાં હાજર હતા, તે વખતે અગાઉ બેંકનું ઓડીટ કરેલ તે ચાર્ટડ એકાઉન્ટ દિપકભાઇ ધાનક તેમની પાસે આવેલા તેની સાથે ચાર માણસો હતા જેમાં જામનગરની બે વ્યકિત જેમાં યોગેન્દ્રસિંહ દેશળજી ચૌહાણ તથા જશબીરસીંગ તારાસીંગ શીખ જામનગર વાળા અને નીતીનકુમાર જયદેવલાલ બ્રાહ્મણ તથા કિશોરભાઇ શંકરલાલ બ્રાહ્મણ અમદાવાદ વાળાઓ આવેલ હતા અને આ પહેલા મને આ દિપકભાઇ ધાનક એ આ બાબતે ફોન કરી જણાવેલ કે આ લોકો પાસે અમદાવાદ બેંકની પિયા સાડા ચાર કરોડ રકમની ફીકસ ડીપોઝીટ છે અને તેઓને થર્ડ પાર્ટી ઓવરડ્રાફટ લેવો છે ત્યારબાદ તેઓ પાસે આવેલા હતા અને તેઓએ આ અમદાવાદ બેંકની ફિકસ ડીપોઝીટ રસીદ બતાવેલ આ વખતે દિપકભાઇ ધાનકએ ખાનગીમાં જણાવેલ કે આ ફીકસ ડીપોઝીટની રસીદો બનાવટી જણાય છે એટલે મેં પાંચેય રસીદ જોતા મને પણ બનાવટી જણાયેલ હતી.
એફ.ડી.ના ખાતેદાર પતિ પત્ની છે જેમાં રસીદ નેવું લાખની તા.29-4-2003ની જયેશચંદ્ર અજય ભારતીના નામની તા.18-6-03ના રોજ ઇસ્યુ થયેલ એ રીતે કુલ ચાર કરોડ પચાસ લાખ પિયાની હતી, ત્યારબાદ બેંકના નિયમ મુજબ જેટલી રકમ જમા હોય તેની 85 ટકા રકમ ઓવર ડ્રાફટ મળે તે મુજબના ઓવરડ્રાફટના ફોર્મ ભરેલા હતા જેમાં ઉપરથી નંબર 1 ની 58,50,000ની માટે ા. 61,75,000 3 માટે પિયા 58,50,000 નંબર 4 માટે ા. 58,75,000 તથા નંબર પ માટે 22,2500 ના ફોર્મ ભરેલ હતા અને જરી કાગળો લખેલ હતા ત્યારબાદ મે મેનેજરને આ બાબતે અમદાવાદ તપાસ કરવા કહેલા તેને અમદાવાદ બ્રાંચના ઇન્ચાર્જ મેનેજર સાથે ફોનથી વાત કરતા આ રસીદ બનાવટી હોવાનું અને આખી આવા નામ નંબર વાળી રસીદ અમદાવાદ બ્રાંચ દ્વારા ઇસ્યુ ન થયેલ હોવાનું જણાવેલ. તા.5-11-2003ની પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં અસલ રસીદ વિગેરે લઇ આવવાનું જણાવેલ હતુ એટલે આ લોકો બેંકમાં સાંજના બનાવટી રસીદ લઇને આવનાર છે.
જેથી આ નામવાળા નીતીન જયદેવલાલ બ્રાહ્મણ, બિશોર શંકરલાલ ત્રિવેદી, યોગેન્દ્રસિંહજી દેશળજી ચૌહાણ, જસબીરસીંગ તારાસીંગ શીખના બનાવટી એફ.ડી.માં જેના નામ છે તે જયેશચંદ્ર અજય ભારતી તથા અંજના જયેશચંદ્ર ભારતીએ તથા તેના મળતીયાઓએ આ અમારા બેંકની જુદી જુદી પાંચ બનાવટી ફીકસ ડીપોઝીટ રસીદ કુલ ા. સાડા ચાર કરોડની તૈયાર કરી અમારા બેંકમાં ઓવર ડ્રાફટ માટે બનાવટી હોવાનું જણાવ્યા છતાં સાચા તરીકે રજુ કરી અમારા બેંકના સિકકા તથા મેનેજર બનાવટી સહીઓ કરી ઓવર ડ્રાફટ તરીકે ઉપાડવા પ્રયત્ન કરેલ છે, તેવા મતલબની ફરીયાદના આધારે તમામે તમામ આરોપીઓની ધરપકડ કરેલ અને તે ફરીયાદના આધારે પોલીસ દ્વારા ગુન્હાની તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અને સદરહુ કેસ જામનગરની અદાલતમાં ચાલવા આવતા સરકાર પક્ષ તરફે સાક્ષીઓને તપાસવામાં આવેલ અને તેમ છતાં પણ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા.
તેથી આરોપીઓ સામે ગુન્હો કર્યો છે તેવું માની શકાય તેમ નથી, તેવી તમામ દલીલો વકીલ નીતલ એમ. ધ્રુવની માન્ય રાખી, તેમજ અલગ અલગ હાઇકોર્ટના તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી તે તમામ ચુકાદાઓને ઘ્યાને લઇ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપીઓ તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, જે.સી. વિરાણી, મનીષ એમ. ત્રિવેદી, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, આશિષ પી. ફંટાણીયા, ઘ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુંદ્રા, અશ્ર્વિન એ. સોનગરા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech