@ ફરીયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરવામાં સફળ રહેલ નથી
આ કેશની હકીકત એવી છે કે, તારીખ ૨૦/૦૧/૨૦૧૪ ના રોજ ફરીયાદી મનોજભાઈ દવારકાદાસભાઈ પોપટ જામનગર ગ્રેઈનમાર્કે પાસે બારદાનવાલા રોડ પાસે આવેલ નીલમ ચેમર્બ્સમાં પહેલા માળે આવેલ પી.એમ.એન્ડ કંપની આંગળીયા પેઢીમાં બપોરે આશરે ૩ થી ૩.૩૦ વાગ્યા આસપાસ હજાર હતા ત્યારે બે અજાણ્યા માણસો ઓફીસ અંદર પ્રવેશ કરી એક જણાએ ફરયાદીના મોઢા પર મરચાની ભૂકી છાંટી બંન્ને ભૂંડી ગાળો આપી પછાડી દઈ તારી પાસે જે હોઈ તે દઈદ તેમ કહી છરી જેવા હથીયાર વળે ફરીયાદી ના ગાલપર એક ધા તથા આંગળી પર એક ધા મારી પછાળી દીધેલ અને લોહી નીકળવા લાગેલ અને બંન્ને ખાના માથી આશરે ૯.૩૦ લાખ જેટલા થેલામાં ભરેલ અને ઓફીસમાં આવેલ ચા વાળાને ધમકાવી અને સાઈડમાં બેસાડી દીધેલ અને ઓફીસની બહાર જતા અન્ય સાહેદ આવેલ તેને પણ ભૂડી ગાળો આપી જતા રહેલ.
તે વીગત ની ફરીયાદ આપતા જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૦/૦૧/૨૦૧૪ ના રોજ આઈ.પી.સી કલમ ૧૨૦(બી), ૩૯૪,૪૫૨, ૫૦૪,૩૪ તથા જી.પી. અકટ ની કલમ ૧૩૫(૧) મુજબન ગુનો નોંધવામાં આવેલ. જેના અનુસંધાને દેવેન નારણભાઈ જોશી તથા કીશનભાઈ ભરતભાઈ જોશી શહીતના ચાર આરોપીઓ ની ધરપકડ કરવામાં આવેલ અને તેઓનું ચાર્જસીટ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આઈ.પી.સી કલમ ૩૯૭ નો ઉમેરો કરવામાં આવેલ.
ઉપરોકત કેસ ચાલવા પર આવતા સરકાર તરફે પોતાનો કેસ સાબીત કરવા માટે કુલ ૨૬ સાહેદો તથા ૨૫ અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ. અને પુરવો પૂર્ણ થતા સરકાર તરફે પોતાનો કેશ શાબીત થયેલ છે તેમ રજુઆત કરી અને આરોપીઓને મહતમ સજા ફરમાવવા અરજ કરેલ
તેમજ આરોપીઓ તરફે એવી દલીલો કરવામાં આવેલ કે, મુળ ફરીયાદીના નીવેદનમાં મહત્વના વિરોધાભાષ છે અને મામલતદાર રૂબરૂ કરવામાં આવેલ ઓળખપરેડ ની કાર્યવાહી પણ સાહેદોના નીવેદનો ધ્યાને લેતા શંકાસ્પદ જણાય છે. આરોપીઓ ને ગુનાના કામે સંડોવી શકાય તવો કોઈ સચોટ પૂરાવો ફરીયાદ પક્ષે રજુ થયેલ નથી અને ફરીયાદપક્ષ પોતાનો કેશ શંકારહીત શાબીત કરી શકેલ હોવાનું માનીશકાય નહી અને આરોપીઓને નીર્દોષ ઠેરવી છોડી મુકવા રજુઆત છે
બંન્ને પક્ષો ની દલીલો અને મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ અને બચાવ પક્ષ ની દલીલો ગ્રાહય રાખી જામનગર પ્રીન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એન.આર જોશી દવારા આરોપીઓને છોડી મુકવા હુકમ કરેલ છે.
હાલના કેશમાં આરોપીઓ પૈકી દેવેન નારણભાઈ જોશી તથા કીશન ભરતભાઈ જોશી તરફે એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech