પોરબંદરમાં દસ ચેક પરત ફરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે. બનાવની વિગત એવી છે કે પોરબંદર ખાતે બોખીરા વિસ્તારમાં ડીઝલ પંપ નામે ભગત પેટ્રોલીયમના નામથી ચલાવતા ફરીયાદી કેતનભાઇ ભીખુભાઇ દ્વારા પોરબંદરની કોર્ટમાં પોતાના ગ્રાહક હરીશ નારણને ડીઝલનું વેચાણ કરેલ અને કુલ દસ વખત વેચાણ કરેલ. જેના પેમેન્ટ પેટે પોતાના ગ્રાહક પાસેથી કુલ ૧૦ ચેક લીધેલ હતા અને દરેક ચેકની તારીખો અલગ અલગ હતી. જેથી કોર્ટમાં કુલ દસ ફરિયાદ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ -૧૩૮ મુજબ વર્ષ ૨૦૨૦માં દાખલ કરેલ હતા. આ પ્રકારનું કહેવુ ફરીયાદીનું હતુ. ત્યારબાદ આરોપી હરીશ નારણને સમન્સ મળતા પોરબંદરના વકીલ જગદીશમાધવ મોતીવરસની નિમણૂંક કરવામાં આવેલ અને કોર્ટમાં કેસ ચલાવેલ કેસ દરમ્યાન આરોપીના વકીલ દ્વારા રજૂઆત સાથે દલીલ કરવામાં આવેલ હતી કે ફરીયાદી નક્કી કરે તો ૧૦ કેસમાંથી ૮ કેસ એક સાથે એક બે કેસ આગળ કરી શકતા હતા પરંતુ કોર્ટનો કિંમતી સમય બગાડવા અને આરોપીને વારંવાર કોર્ટના કામકાજ માટે ધક્કા ખવડાવવા અને હેરાન કરવાનો ઇરાદો સ્પષ્ટ નજરે દેખાય છે. ફરિયાદી દ્વારા ા. ૧,૩૫,૧૦૦, ા.૧,૬૯,૩૦૦, ા. ૧,૧૮,૪૫૮, ા.૧,૧૩,૭૧૮, ા.૧,૩૫,૭૬૦, ા. ૧,૨૬,૮૮૦, ા.૧,૨૯,૬૮૦, ા. ૧,૦૮,૯૨૮ અને ા. ૩૭,૩૯૮ અને ા. ૯,૧૩,૩૧૪ આમ કુલ ત્રણ જ કેસ બની શકે તેમ હોવા છતાં ફરીયાદીએ ઇરાદાપૂર્વક ૧૦ કેસ દાખલ કરેલ છે. વળી ફરીયાદીએ ડીઝલ બીલ રજૂ કરેલ નથી. જ્યારે ડીઝલ વેચાણ કર્યુ ત્યારે ભગત પેટ્રોલિયમ હતુ કે નહી તેનો પૂરાવો રજૂ રાખેલ નથી. આરોપીઓ એક રાહુલ સાદીયા નામના વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર મેળવેલ છે. ફરીયાદીએ અસલ પાવર ઓફ એટર્ની રજૂ કરેલ નથી. ડીઝલનું વેચાણ રાહુલ સાદીયા કરવામંા આવેલું. ફરીયાદીએ આરોપી પાસેથી ચેક લીધા નથી તથા આરોપીને ડીઝલ પણ વેચાણ કરેલ નથી. જેથી કાયદાકીય જોગવાઇ ધ્યાને લેતા આ દસ્તાવેજો રજૂ કરવા માંગણી કેસ પૂરવાર થઇ શકે નહી. ફકત એક નોટીસ, રીટર્ન મેમો, પોસ્ટ વિભાગનો પુરાવો રજૂ કર્યેથી ધી ઇન્ડીયન એવિડન્સ એકટની કલમ ૩૪ મુજબ આધાર-પુરાવા સાથે પુરવાર કરવા જોઇએ જે હાલના કેસમાં ફરીયાદીએ પૂરવાર કરેલ નથી. જેથી ન્યાયના હિતમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટને અરજ કરેલી. જે ધ્યાને લઇને પોરબંદરના ચીફ કોર્ટ દ્વારા આરોપી કુલ ૧૦ કેસમા નિર્દોષ જાહેર કરેલા હતા.આરોપી તરફે પોરબંદરના એડવોકેટ જગદીશ માધવ મોતીવરસ તથા જય ડી. સલેટ, હેતલબેન ડી. સલેટ, ફેઝાન હાલાઇ, નાગાજણ વી. ઓડેદરા, આશિષ જુંગી અને નેહાબેન જાદવ વગેરે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech