સ્પેસએકસના સીઈઓ ઈલોન મસ્ક પર તેની બે મહિલા કર્મચારીઓ સાથે શારીરિક સંબધં હોવાનો આરોપ લાગ્યા છે. બેમાંથી મહિલા એક ઇન્ટર્ન હતી અને એક સ્પેસ એકસમાં કામ કરતી હતી. ઇન્ટર્ન નો પણ સમાવેશ થાય છે, યારે મસ્કે અન્ય મહિલાને તેના માટે બાળકો પેદા કરવા કહ્યું હતું. વોલ સ્ટ્રીટ જર્નલે તેના એક અહેવાલમાં કહ્યું છે કે મસ્કે સ્પેસએકસ અને ટેસ્લા બંને કંપનીઓમાં મહિલાઓ માટે ખૂબ જ ખરાબ વાતાવરણ ઊભું કયુ છે.ીં
જોકે, આ પહેલીવાર નથી કે યારે ઈલોન મસ્ક પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. તેના પર કામ કરતી વખતે ડ્રગ્સ લેવાનો પણ આરોપ છે. મસ્ક પર એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે તેણે ઓફિસમાં એવું વાતાવરણ ઊભું કયુ છે કે યાં મહિલાઓની જાતીય સતામણી વિશે જોકસ સામાન્ય બની ગયા છે. મહિલાઓને પુષો કરતા ઓછો પગાર આપવામાં આવતો હતો અને જેણે પણ આ અંગે ફરિયાદ કરી હતી તેને કાઢી મુકવામાં આવી હતી. જો કોઈ મહિલાએ તેની સાથે જે બન્યું તેની ફરિયાદ કરી હોત તો કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોત.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈલોન મસ્ક ૨૦૧૦માં ઈન્ટર્નને મળ્યો હતો, યારે તે કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. તે સમયે, મસ્ક અને મહિલા ઇન્ટર્ન રાત્રિભોજન માટે બહાર ગયા હતા, યાં તેઓએ કંપનીમાં સુધારાની ચર્ચા કરી હતી. અહીંથી બંને વચ્ચે નિકટતા પણ વધવા લાગી. મસ્ક અને ઇન્ટર્ન પણ યુરોપમાં ઘણી વખત મળ્યા હતા. ૨૦૧૭ માં, મસ્કએ તેમને એકિઝકયુટિવ સ્ટાફમાં સ્થાન આપ્યું. આ પછી ઈન્ટર્ન સાથે મસ્કનું ખરાબ વર્તન વધવા લાગ્યું. તેણે યુવતીને ગમે ત્યાં સ્પર્શ કરવાનું શ કરી દીધું હતું.
ઈન્ટર્નએ જણાવ્યું કે તે ઈલોન મસ્ક સાથે રીલેશનશીપમાં નથી. તે સ્પેસએકસમાં તેના કામથી પણ ખુશ નહોતી, કારણ કે કોઈએ તેના આઈડિયાને ગંભીરતાથી લેતું નહોતું. તેણીએ વધુમાં જણાવ્યું કે તે કંપનીઓમાં થતી સમસ્યાઓ વચ્ચે તે મસ્કને તેના ઘરે મળતી હતી. સ્પેસએકસના સીઈઓ પણ હંમેશા તેમને મેસેજ કરતા રહેતા હતા. તે તેને તેના ઘરે આવવા અને તેની સાથે સેકસ માણવા કહેતા. મહિલાએ વધુમાં કહ્યું કે, ૨૦૧૯માં બગડતી પરિસ્થિતિને જોતા તેણે કંપની છોડવાનો નિર્ણય કર્યેા.
તે જ સમયે, ૨૦૧૩ માં સ્પેસએકસ છોડનાર અન્ય એક મહિલાએ આરોપ મૂકયો છે કે એલોન મસ્ક તેને સતત પોતાના બાળકો રાખવા માટે કહે છે. શિવોન જિલિસ નામની મહિલાનું કહેવું છે કે મસ્કે તેને કહ્યું કે માનવ વસ્તીને બચાવવા માટે બાળકો પેદા કરવા જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી કહી પૂર્વ ક્રિકેટર આર. અશ્વિન ફસાયો, સોશિયલ મીડિયામાં ઘમાસાણ
January 10, 2025 01:03 PMમાતા-પિતા દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા બંધાયેલા, સુપ્રીમ કોર્ટે આપ્યા કાનૂની અધિકારો
January 10, 2025 12:48 PMદીપિકાએ એલ એન્ડ ટીના ચેરમેનનો ક્લાસ લઈ નાખ્યો
January 10, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech