જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને ભુતનાથ મંદિરના મહતં મહેશ ગીરીબાપુ વચ્ચે ફરી વખત વાક યુદ્ધનો જગં છેડાયો છે. મહેશગીરીબાપુ દ્રારા ગીરીશભાઈ કોટેચા સામે વધુ બે જગ્યામાં ટ્રસ્ટી બની ગયા હોવાના પુરાવા રજૂ કર્યા તો તેની સામે ગીરીશભાઈએ પણ તેની સામે લગાવાયેલા આક્ષેપો ખોટા ઠેરવ્યા હતા. મહેશ ગીરીબાપુએ તો એક અધિકારી સામે પણ ગેરરીતી કયુ હોવાના આક્ષેપ કર્યા છે. જેથી જૂનાગઢમાં ભવનાથ મંદિર ના વિવાદ બાદ વધુ બે જગ્યાઓ અંગે દાવા– પ્રતિ દાવાઓના ઘમાસણ શ થયા છે.
જૂનાગઢમાં ગઈકાલે ભૂતનાથ મંદિરના મહતં મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સામે વધુ બે જગ્યા મુદ્દે આડે હાથ લીધા હતા. તેઓ દ્રારા પૂર્વ ડેપ્યુટી મેયર મયારામ આશ્રમમાં ટ્રસ્ટી બની ગયા હોવાના પુરાવા રજૂ કર્યા હતા તો આ ઉપરાંત ગીરીશભાઈ ના ઘરની પાસે જ આવેલ ટ્રસ્ટની જગ્યામાં ગીરીશભાઈ કોટેચા અને તેનો પરિવાર ખોટી રીતે ટ્રસ્ટી બન્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. મહેશ ગીરીબાપુ એ વ્યાસ ભુવનના ટ્રસ્ટનો સરકારી રેકોર્ડ રજૂ કર્યેા હતો અને તા.૧૩ જૂન ૨૦૧૭ ના ટ્રસ્ટી બનવા માટે ગીરીશભાઈએ અરજી કરી હતી. ટ્રસ્ટના બંધારણ મુજબ ઓછામાં ઓછા પાંચ ટ્રસ્ટીઓ હોય તો ફેરફાર થઈ શકે છે પરંતુ તેની અમલવારી થઈ નથી.૨૨ જૂન૨૦૧૭ રોજ ચેરિટી કમિશનરે ગીરીશભાઈ કોટેચાને ટ્રસ્ટી તરીકે હત્પકમ કરી દીધો હતો ત્યારબાદ તેના પુત્ર પત્નીને પણ ટ્રસ્ટી બનાવી દીધા હોવા અંગે પુરાવા રજૂ કર્યા હતા. મહેશ ગીરી બાપુએ ગિરીશભાઈ કોટેચાએ તેના ઘરની નજીક આવેલ મયારામ આશ્રમ નામની જગ્યામાં ભગીરથ બાપુને સમજાવી વૃદ્ધ થયા હોવાથી શિષ્યને ટ્રસ્ટી બનાવી દઈએ તેવું કહી ત્યાગ પત્ર લઈ નવા ટ્રસ્ટી બનાવવાના હતા તેનું આધાર કાર્ડ લઈ ટ્રસ્ટી બનાવવાના બદલે ગીરીશભાઈ કોટેચા પોતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ કર્યેા હતો.
મહેશગીરીબાપુએ વધુમાં જણાવ્યું હતું કે ગીરીશભાઈ કોટેચા એ ટ્રસ્ટી બનવા માટે અરજી કરી હતી તેમાં તારીખ ૩ ડિસેમ્બર ૨૦૨૪ ના વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી ચેરિટી કમિશનર દ્રારા વાંધા અરજીને સાંભળ્યા વગર જ ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ ના ટ્રસ્ટી તરીકેનો હત્પકમ કરી દીધો હતો જેથી તંત્રના અધિકારી સામે પણ ભૂતનાથ મંદિરના મહતં મહેશ ગીરીબાપુએ ગંભીર આરોપ લગાવ્યા હતા.તો સામા પક્ષે સમગ્ર મામલે ગિરીશભાઈ કોટેચા એ પણ તેના પર થયેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું. મહેશ ગીરી બાપુ દ્રારા થઈ રહેલા આરોપો અંગે પણ ગિરીશભાઈએ પુરાવાઓ રજૂ કર્યા હતા.ગીરીશભાઈના જણાવ્યા મુજબ વ્યાસ ભુવનની જમીન તેમના ટ્રસ્ટીઓએ વેચવા માટે ચેરિટી કમિશનરની મંજૂરી લીધી હતી.૧૯૯૭ માં તેની હરાજી થઈ ત્યારે તેની કિંમત ચૂકવી દસ્તાવેજ કરી જમીનની ખરીદી કરી લીધી હતી.વ્યાસ ભુવન પ્રાઇવેટ ટ્રસ્ટ છે તે ટ્રસ્ટના હોદ્દેદારોએ તેમાં નામ દાખલ કરાવ્યા હતા અને હત્પં હાલમાં તેનો ટ્રસ્ટી છું. હત્પં કોઈ ગેરરીતીમાં સંડોવાયેલો નથી અને વ્યાસ ભુવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશભાઈ કોટેચાએ કરેલ દાવા ને સમર્થન આપ્યું હતું. ગીરીશભાઈના જણાવ્યા મુજબ મયારામ આશ્રમના ટ્રસ્ટ અશોકભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું કે આશ્રમમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને ગૌશાળા નિભાવ માટે આર્થિક ફંડની જર હોવાથી ટ્રસ્ટી પદે રહેતો ફડં મેળવવામાં સરળતા રહે. ગીરીશભાઈ કોટેચાએ ટ્રસ્ટીઓને પણ સાથે રાખી તેઓ પર થઈ રહેલ આરોપ પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા અને ભૂતનાથ મંદિરના મહતં મહેશ ગીરીબાપુ સામ સામે આરોપ અને પ્રતિ આરોપ કરી રહ્યા છે. ધર્મનગરી જૂનાગઢમાં એક બાદ એક નવી જગ્યાઓ ના કબજા અંગે દાવા પ્રતિ દાવાઓ થઈ રહ્યા છે. જેથી એકબીજા સામે થઈ રહેલા આક્ષેપો મામલે હજુ પણ આગામી દિવસોમાં નવો ભાંડાફોડ થાય તેવી શકયતા નકારી શકાતી નથી. હાલ તો શહેરમાં મહેશ ગીરીબાપુ સામે ગિરીશભાઈ કોટેચા બંને વચ્ચે વાક યુદ્ધનો જગં છેડાઈ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMદ્વારકામા કલાકાર સાગર પટેલ અને કાજલ મહેરીયા વચ્ચે વિવાદ, જામનગરમાં સાગર પટેલે પ્રતિક્રિયા આપી
January 09, 2025 07:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech