દિવાળીના તહેવારોમાં એક તરફ ખુશીનો માહોલ હતો તો બીજી તરફ તહેવારોની રજાઓમાં ફરવા નીકળેલા કેટલાક પરિવારોને અકસ્માત નડતા અકસ્માતની ઘટનાઓમાં સ્વજનોને ગુમાવતા કલ્પાંત છવાઈ ગયો હતો. સૌરાષ્ટ્ર્રમાં દિવાળીના આ સપરના દિવસો દરમિયાન અકસ્માતની અલગ અલગ આઠ ઘટનાઓમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર ન્યારા ગામના પાટીયા પાસે રાત્રીના એકટીવા પર જઈ રહેલા પરિવારને કારચાલકે ઠોકર મારતા અકસ્માતની આ ઘટનામાં પ્રિન્સ પ્રહલાદભાઈ લકુમ(ઉ.વ ૮) નામના બાળકનું મોત થયું હતું. યારે તેના પિતા પ્રહલાદભાઈ સોંડાભાઇ લકુમ(ઉ.વ ૪૦) અને તેમના માતા પાલબેન(ઉ.વ ૩૩) ને ઇજા પહોંચી હતી. દંપતી બાળક સાથે ફિલ્મ જોઈ બહાર જમીને ઘરે પરત જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. યારે અન્ય ઘટનામાં કુવાડવા રોડ પર રહેતા હેતલબેન ચૌહાણ (ઉ.વ ૩૬) તેમના પતિ મુકેશભાઈ મગનભાઈ ચૌહાણ(ઉ.વ ૪૦) સાથે કારમાં જતા હતા ત્યારે કુચિયાદડ પાસે કારનું ટાયર ફાટતા કાર સાઈડમાં રાખી રોડ ક્રોસ કરતા હતા ત્યારે અમદાવાદ તરફથી આવતી ટ્રાવેલ્સ બસે મુકેશભાઈને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું. બનાવને લઇ એરપોર્ટ પોલીસે જરી કાર્યવાહી કરી બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માતની ત્રીજી ઘટનામાં કોઠારીયાની સીમમાં રહેતા અશ્વિન ઝીણાભાઈ બારૈયા ગત તારીખ ૧ ના બાઇક લઇ કોઠારીયા સીમ વિસ્તારમાં જતા હતા ત્યારે વાહને તેમને ઠોકરે લેતા તેમનું મોત થયું હતું. જે અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માતની ચોથી ઘટનામાં કુબલીયાપરામાં રહેતો રોહન સચિનભાઈ પરમાર(ઉ.વ ૨૭) નામનો યુવાન બાઇક લઇ મેંગો માર્કેટ પાછળ જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થવા સબબ યુવાનનું મોત થયું હતું. જે અંગે બી ડિવિઝન પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
રાજકોટ જિલ્લામાં પણ અકસ્માતની એકથી વધુ ઘટનાઓ બની હતી જેમાં જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દિપાલી પાર્ક–૧ માં રહેતા આધેડ અતુલભાઇ ધીરજલાલ ઠાકર(ઉ.વ ૪૮) તેમના પત્ની કીર્તિબેન તથા તેમના કાકા રાજેશકુમાર ઠાકર સહિતનાઓ જુનાગઢથી નવા વર્ષના દિવસે બાવાપીપળીયા ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયા હતા.ત્યાંથી પરત ફરતી વેળાએ અતુલભાઇના બાઇકને કાર નંબર જીજે ૬ એચએલ ૪૪૨૦ હડફેટે લેતા પતિ–પત્ની બંને રોડ પર ફંગોળાયા હતા બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે અતુલભાઇને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. અતુલભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને તેઓ જૂનાગઢમાં પાનની દુકાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય બનાવમાં ગોંડલના જામવાડી પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા રોનક મુકેશભાઈ મકવાણા(ઉ.વ ૨૦) તથા સંજય જયંતીભાઈ ચૌહાણ(ઉ.વ ૨૦) બંને રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઇજા થવા સબબ રોનકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકના પિતા મુકેશભાઈ ગોમટા સહકારી મંડળીમાં ડિરેકટર હોવાનું જાણવા મળ્યું છે. જીલણ અકસ્માતની વધુ એક ઘટનામાં બાબરાથી નીલવડા જવાના રસ્તે અકસ્માતમાં વાસકુરભાઈ રાણકભાઈ બોરીચા(ઉ.વ ૬૦) નામના વૃદ્ધનું મોત થયું હતું.યારે અન્ય એક બનાવમાં પોરબંદરના કડિયાપ્લોટમાં રહેતા સુરેશ લાખાભાઈ મકવાણા નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો નાનો ભાઈ નરશી(ઉ.વ ૪૬) બાઈક લઈને રાણાવાવ ગયો હતો ત્યાંથી રાત્રિના પરત ફરતો હતો ત્યારે ટેન્કર ચાલકે બાઇકને લેતા નરશીભાઈ ગંભીર રીતે ઘવાયા હતા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech