કાળુભા રોડ પર અકસ્માતે ટ્રકે પલટી મારી

  • January 11, 2024 05:52 PM 

ભાવનગર શહેરના કાળુભા રોડ પર અકસ્માતની ઘટના બની હતી. કાળુભા રોડ થી વિદ્યાનગર તરફ જઈ રહેલો ટ્રક અચાનક અકસ્માતે પલટી મારી ગયો હતો. ટ્રક પલટી જતા મોટો અવાજ થતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. અને ટ્રકને મોટી નુકશાની પહોંચી હતી. ટ્રકમાં કાચની બરણીઓ ભરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ અકસ્માત વહેલી સવારે બની હોવાથી સદનસીબે કોઈને જાનહાની પહોંચી ન હતી. શહેરભરમાં દબાણ હટાવ અભિયાન હાથ ધરી કમિશનર દ્વારા શહેરને સંપૂર્ણ દબાણ મુક્ત કરી રહ્યા છે. ત્યારે ટ્રક ચાલકે કોઈપણ કારણોસર કમિશનરના નિવાસસ્થાન નજીક જ ટ્રક પલટાવી જાણે દબાણ ઊભુ કરી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application